છોટાઉદેપુર જિલ્લાના બોડેલી–કવાંટ માર્ગ પર તડકાંછલાં નજીક રેતી ભરેલી એક ટ્રક પલ્ટી મારી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રક કવાંટ તરફથી બોડેલી તરફ આવી રહી હતી ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રસ્તા પરથી નીચે ઉતરી ગઈ અને પલ્ટી મારી.અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકને ભારે નુકસાન થયું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાના કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક ધીમો પડ્યો હતો.બોડેલી પોલીસને જાણ થતાં જ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી તથા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી
«
Prev
1
/
84
Next
»
વડતાલ કણજરી ચોકડી પાસે ત્રણ ઇસમોને ૩.૮૪૦ કિગ્રા ગાંજા સાથે એસ.ઓ.જી ટીમે ઝડપી પાડ્યા