GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા થાન પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો.

ખનીજ ચોરી રોકવા પોલીસનો ડ્રોન પ્રયોગ, માફિયાઓમાં ફફડાટ

તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ખનીજ ચોરી રોકવા પોલીસનો ડ્રોન પ્રયોગ, માફિયાઓમાં ફફડાટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ માટે સ્વર્ગ સમાન ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરીના ત્રાસને ડામવા માટે હવે પોલીસે કડક વલણ અપનાવ્યું છે ગેરકાયદેસર ખનિજ ચોરીની વ્યાપક ફરિયાદો વચ્ચે પોલીસે થાન વિસ્તારમાં ખનિજ ચોરી પર વોચ રાખવા માટે પ્રથમ વખત ડ્રોન ટેકનોલોજીનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે જેના કારણે ખનિજ માફિયાઓમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે સુરેન્દ્રનગર જિલ્લો કોલસો, પથ્થર, સફેદ માટી અને રેતી સહિતના મૂલ્યવાન ખનિજોની દરરોજ લાખો ટન ગેરકાયદેસર ચોરી માટે કુખ્યાત છે ખનિજ માફિયાઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે તેના પર અંકુશ મેળવવો તંત્ર માટે પડકારરૂપ બની ગયો છે અત્યાર સુધી મોટાભાગે ખાણ ખનિજ વિભાગ અથવા પ્રાંત અધિકારીના દરોડાની કાર્યવાહી થતી હતી તાજેતરમાં પ્રાંત અધિકારી દ્વારા દરોડાની કડક કાર્યવાહી કરાયા બાદ હવે ખનિજ ચોરીના આ મોટા કારોબાર પર લગામ કસવા માટે પોલીસ પણ મેદાનમાં ઉતરી છે પોલીસે ખાસ કરીને ખનિજ ચોરીના કેન્દ્રો ગણાતા થાનના અલગ-અલગ વિસ્તારોમાં ગુપ્ત રીતે ડ્રોન ઉડાડવાનું શરૂ કર્યું છે આ ડ્રોન આકાશમાંથી ખનન પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી રહ્યા છે ડ્રોનની મદદથી પોલીસ હવે માનવરહિત અને પહોંચવું મુશ્કેલ હોય તેવા વિસ્તારોમાં પણ ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓના લાઇવ વીડિયો અને ફોટોગ્રાફિક પુરાવા એકત્ર કરી શકશે ખનિજ ચોરી જેવી પ્રવૃત્તિઓમાં મોટાભાગે ગેરકાયદેસર ખનન રાત્રિના સમયે અથવા અવાવ સ્થળોએ થતું હોય છે જ્યાં મેન્યુઅલ પેટ્રોલિંગ કરવું જોખમી અને સમય માંગી લે તેવું હોય છે ડ્રોનનો ઉપયોગ કરીને પોલીસે આ પડકારને પાર પાડવાનો પ્રયાસ કર્યો છે પોલીસના આ ડ્રોન સર્વેલન્સના નિર્ણયથી ખનિજ માફિયાઓ ચોક્કસપણે ભયભીત બન્યા છે હવે તેઓ સરળતાથી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી શકશે નહીં પોલીસનો આ પ્રયાસ સ્પષ્ટ સંકેત આપે છે કે ગેરકાયદેસર ખનન અને તેનાથી રાજ્યને થતા આર્થિક નુકસાનને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે આગામી સમયમાં, ડ્રોન ફૂટેજના આધારે પોલીસ અને ખાણ ખનિજ વિભાગ સંયુક્ત રીતે મોટાપાયે દરોડા પાડીને આ માફિયાઓના નેટવર્કને તોડી પાડશે તેવી અપેક્ષા છે.

Back to top button
error: Content is protected !!