ધાંગધ્રા શહેરમાં દરજી સમાજની વાડી નજીક રહેણાંક મકાનમાં આગ લાગતાં દોડધામ મચી
ફાયરબ્રિગેડ, પીજીવીસીએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો.

તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ફાયરબ્રિગેડ, પીજીવીસીએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા દરજી સમાજની વાડી નજીક બંધ પડેલા રહેણાંક મકાનમાં અગમ્યો કારણોસર વહેલી સવારે લાગેલી આગમાં ઘરવખરી બળીને ખાખ ફાયર ટીમ અને પીજીવીસીએલ ટીમ ઘટના સ્થળે પહોંચી પાંચ કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો ધ્રાંગધ્રા શહેરમાં દરજી સમાજની વાડી નજીક બંધ પડેલા રહેણાક મકાનમાં લાગેલી આગમાં ઘરનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આગની શરૂઆત મકાનના વહેલી સવારે થઈ હતી જોતજોતામાં આગે સમગ્ર મકાનને લપેટમાં લઈ લીધું હતું જેના કારણે આજુ બાજુના રહેણાક મકાનોના પડોશીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ત્યાર બાદ પીજીવીસીએલના કર્મચારી ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા ધાંગધ્રા નગરપાલિકા ફાયર વિભાગની ટીમે પાચ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો આગ પર કાબૂ મેળવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવા છતાં આગને કારણે મકાનની તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી જેનાથી મોટું નુકસાન થયું છે.




