DHRANGADHRAGUJARATSURENDRANAGARWADHAWAN

ધ્રાંગધ્રાના વોર્ડ નં 3માં ભુગર્ભ ગટરનાં પાણી રોડ પર ફેલાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી

તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરના નગર પાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 3માં ભૂગર્ભ ગટરની યોગ્ય સફાઈના અભાવે ગટરનું દૂષિત પાણી સોસાયટીના જાહેર માર્ગ પર ફેલાતા તેમજ સ્થાનિકોના ગટરના ગંદા પાણીને લીધે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભૂગર્ભ ગટરની દેખરેખ અને સફાઈ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા નગર પાલિકામાંથી મહિને બીલ દ્વારા લાખો રૂપિયાની રકમ લીધા બાદ પણ ભૂગર્ભ ગટરની સફાઈ નિયમિત નહીં થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને લઈને પાલિકાના વોર્ડ નંબર 3 માં ઠેર ઠેર ભુગર્ભ ગટરના ઢાંકણા તુટી ગયા છે આ વોર્ડમાં આવેલ રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં ભૂગર્ભ ગટરની સફાઈના અભાવે ગટરના ગંદા પાણી સોસાયટીના મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિક રહીશો અને મહિલાઓને હાલાકી પડી રહી છે અનેક વખત ભુગર્ભ ગટરની સફાઈ બાબતે તંત્રને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાકટર દ્વારા તંત્રની સૂચનાનું પણ પાલન કરવામાં આવતું નથી આથી નગરપાલિકા તંત્ર દ્વારા જવાબદાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!