લાખણી તાલુકાના વાસણા વાતમ ગામે સીઆરસી કક્ષા નુ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

નારણ ગોહિલ લાખણી 

આજના યુગ માં અનેક ટેક્નિકલ માધ્યમ માટે શૈક્ષણિક સાથે સંકળાયેલ ઘણા બધા પાસા માં અભ્યાસ જરૂરી તે વાતમાં દરેક જગ્યાએ યોજાતા ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન જેમાં અલગ અલગ વિષય જેવાકે ટકાઉ ખેતી,કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો,હરિત ઉર્જા,વિકસિત નવીન ટેક્નોલોજી,આરોગ્ય અને સ્વચ્છતા જેવા વિષયો આધારે બાળકો માં રહેલી જીગ્નાશા જે ભવિષ્ય ના ભારત મહતમ ભાગ ભજવે તેવા ઉદ્દેશ સાર્થક હેતુ આજ રોજ વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકા વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળામાં સી.આર.સી કક્ષાના વિજ્ઞાનમેળા ઉજવણી વાસણા(વાતમ) સેન્ટર સી.આર.સી. શ્રી વિહાજી રાજપૂત,શ્રી રમેશભાઈ તથા સેન્ટર આચર્યો સાથે રહીને મહેમાન શ્રીઓ સરપંચ શ્રી અનુપજી.મકવાણા,માજી સરપંચ શ્રી જેહાજી ગોહિલ,પંચાયત સભ્ય શ્રી બાબુજી ગોહિલ,સભ્ય શ્રી પ્રકાશભાઈ રાજપૂત,નારણજી રાજપૂત,આસુભાઈ રબારી,,તથા અન્ય વાલીઓનું શાળાની દિકરીઓ ધ્વારા કંકુ તિલક,દીપ પ્રાગટ્ય,પ્રાર્થના શાળા પરિવાર ધ્વારા સ્વાગત તથા અગાઉ તથા ગયા વર્ષે પણ ફરીથી રાષ્ટ્રીય કક્ષાએ આવેલ કૃતિ ભાગ લેનાર બાળકો વિપુલસિંહ.એન.રાજપૂત, દિગ્વિજયસિંહ.બી.રાજપૂત,ભવાનીસિંહ.વી.વિહોલનું મહેમાનો ધ્વારા સન્માનિત કરીને આ કાર્યક્રમ મહેમાનોએ પ્રદર્શન માટે ખુલ્લો મૂકીને દરેક સેન્ટર માંથી આવેલ શાળાઓની ખુબ સરસ કૃતિઓ નિહાળીને બાળકો ઉત્સાહ વધારીને અનેક વિચારો સાથે વિજેતા બાળકો અને દરેક બાળકને પ્રોત્સાહિત ઈનામ આવેલ તમામ મહેમાનો,નિર્ણાયક શિક્ષકો,આચાર્યશ્રીઓ,માર્ગદર્શક શિક્ષકો,હાથે આપીને ભવિષ્યના ભારતની ચર્ચા સાથે આવનાર વિચાર એક શ્રેષ્ઠ શોધ છે એવું સમજાવીને વિહોલ સાહેબે સમગ્ર ભાગ લેનાર શાળાઓ અને બાળકોના શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો




