GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ – ખેલ મહાકુંભ ૨૦૨૫ : ટેબલ ટેનિસમાં યુવાશક્તિની ઝળહળતી સફળતા

તા.12/11/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરોટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત જિલ્લા રમતગમત અધિકારી, રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ (KMK) 2025 અંતર્ગત યોજાયેલી ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની શાળાઓ અને કોલેજોના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લઈ રાજકોટની રમતગમત સંસ્કૃતિને નવી ઊંચાઈ આપી હતી.

અંડર–11 બોયઝ કેટેગરીમાં અનુજ દેવાણી, શિવાંશ લોખીલ,મૃતાંશ મનિયાર (એસ.એન.કે.) એ કૌશલ્ય અને ધીરજનો પરિચય આપતા નાનકડા ખેલાડીઓએ મેદાનમાં જાદુ સર્જ્યું હતું.

અંડર–11 ગર્લ્સ કેટેગરીમાં રૂહી નરૈણા (આર.કે.સી.), રૈસા મકાડિયા (એસ.એન.કે.), કેયા વાળા (આર.કે.સી.) જેવા નાની ઉંમરના ખેલાડીઓએ રિધમ, સ્પિન અને આત્મવિશ્વાસથી ભરપૂર પોતાની રમતથી સૌને આશ્ચર્યચકિત કર્યા હતા.

અંડર–14 બોયઝ કેટેગરીમાં કહાન મોડિયા (એસ.એન.કે.), પર્વ કાનેરિયા (એસ.એન.કે.), મધુર ચંદારાણા (સેંટ ઝેવિયર્સ) ના ખેલાડીઓએ રમતમાં ચપળતા અને ધીરજનું અદભૂત સમન્વય દર્શાવતા યુવા ખેલાડીઓએ મેદાનમાં દબદબો જમાવ્યો.

અંડર–14 ગર્લ્સ કેટેગરીમાં અફિયા પઠાણ (સાધુ વાસવાણી), વિરજા લાડાણી (એસ.એન.કે.), હિરવા આચાર્ય (એસ.એન.કે.) જેવી યુવા બાલિકાઓએ ફિટનેસ અને ફોકસથી રમતનું સૌંદર્ય વધાર્યું હતું.

અંડર–17 બોયઝ કેટેગરીમાં એસ.એન.કે.ના અંશ અગ્રવાલ, આદિત્ય ફળદુ, સત્ય માકડિયા એમ ત્રણ ખેલાડીઓએ ત્રિવેણી વિજય સાથે શાળા ગૌરવ વધાર્યું હતું.

અંડર–17 ગર્લ્સ કેટેગરીમાં દિયા ગોધાણી, મનયા મહેતા (એસ.એન.કે.) અને માહી રાણપરા (એસ.એન.કે.)એ નિર્ધારીત લક્ષ્યાંક અને સતત પ્રયત્નોથી વિજેતા બન્યા છે.

ઓપન એજ ડબલ્સ કેટેગરીમાં જયનિલ અને જલય પ્રથમ ક્રમાંકે, ઓમ અને શિવાંશ બીજા ક્રમાંકે, ભૌતિક અને કુણાલ ત્રીજો ક્રમાંક મેળવીને ટીમ વર્ક અને સમન્વયનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ઓપન એજ પુરુષ કેટેગરીમાં જયનિલ મહેતા, ભૌતિકકુમાર પી., ઓમ યાગ્નિક ની ઝડપ, ટેક્નિક અને અનુભવનાં સંકલનથી મેચ રોમાંચક બની હતી.

ઓપન એજ મહિલા કેટેગરીમાં ધ્વની શાહ, સ્વરા આચાર્ય, હાર્દી વારિયાએ શિસ્ત અને શ્રેષ્ઠતા સાથે મેદાનમાં પોતાની પ્રતિભા ચમકાવી.

ખેલ મહાકુંભ માત્ર સ્પર્ધા નથી, પરંતુ “સ્વસ્થ યુવા – સશક્ત ગુજરાત”ના સપનાને સાકાર કરતી એક અનોખી પહેલ છે. “ગુજરાતની નવી પેઢી માત્ર સપનાં નથી જોતી, તેને હકીકતમાં જીવે છે!”

Back to top button
error: Content is protected !!