
વિજાપુર પિલવાઇ ખાતે ખેલ મહાકુંભનો ધામધૂમભેર પ્રારંભ
તાલુકાની પાંચ શાળાઓએ વિવિધ રમતોમાં લીધો ઉત્સાહભર્યો ભાગ
વત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત રાજ્ય વ્યાયામ મંડળના અગ્રેસર આયોજન હેઠળ પિલવાઇ સ્થિત શેઠ જી.સી. હાઇસ્કૂલના પટાંગણમાં ખેલ મહાકુંભનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાલુકા વ્યાયામ મંડળના પ્રમુખ કનકસિંહ વિહોલ, મંત્રી નરેશભાઇ પટેલ, શાળાની આચાર્યા સુનિતાબેન તથા કૃણાલબેન ઠાકર સહિતના શિક્ષણજગતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું.આ ખેલ મહાકુંભમાં તાલુકાની પાંચ જેટલી શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શરૂઆત કબડ્ડીની રમતો સાથે થઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 




