DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા તાલુકામાં રાજસીતાપુર, ભારદ, સરવાલ માર્ગની વિસ્તૃતીકરણ કામગીરી શરૂ

અંદાજિત રૂપિયા 24.5 કરોડના ખર્ચે 18.5 કિલો મીટરનો આ માર્ગ 3.75 મીટરથી વધારીને 7.0 મીટર પહોળો થશે

તા.13/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અંદાજિત રૂપિયા 24.5 કરોડના ખર્ચે 18.5 કિલો મીટરનો આ માર્ગ 3.75 મીટરથી વધારીને 7.0 મીટર પહોળો થશે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં રાજસીતાપુર, ભારદ, સરવાલ માર્ગને ૩.૭૫ મીટરથી વધારીને ૭.૦ મીટર પહોળો કરવાની મહત્ત્વકાંક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે નાગરિકોને વ્યાપક સુરક્ષિત અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે માર્ગનું વિસ્તૃતિ કરણ કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર પ્રોજેક્ટ ૧૮.૫ કિલોમીટરના અંતરને આવરી લેશે આ કામગીરી અંદાજિત રૂપિયા ૨૪.૫ કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે માર્ગનું વિસ્તૃતીકરણ થવાથી સ્થાનિક ખેડૂતો વેપારીઓ અને મુસાફરોને મોટો ફાયદો થશે ખાસ કરીને ખેત પેદાશો તેમજ અન્ય માલસામાનના પરિવહન અને દૈનિક અવર જવરને વધુ સરળ બનાવશે પહોળા માર્ગોને કારણે ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે અને સાથે જ માર્ગ અકસ્માતોનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ થશે જેનાથી મુસાફરી વધુ સુરક્ષિત બનશે હાલમાં, પ્રોજેક્ટના ભાગરૂપે મેટલિંગ અને સ્ટ્રક્ચર વર્ક સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ સ્ટ્રક્ચર વર્કમાં પુલિયા અને ગરનાળા જેવા આવશ્યક બાંધકામોનો સમાવેશ થાય છે આ માર્ગ વિસ્તૃતીકરણ પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ આ માર્ગ આસપાસના ગામો અને શહેરો વચ્ચેની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે આ સુધારેલો માર્ગ વિસ્તારની પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપીને ધ્રાંગધ્રા તાલુકાના અને સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ માટે નવી દિશા ખોલશે.

Back to top button
error: Content is protected !!