ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લામાં બૉમ્બ સ્કોડ અને પોલીસ દ્વારા જાહેર સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.

આણંદ જિલ્લામાં બૉમ્બ સ્કોડ અને પોલીસ દ્વારા જાહેર સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.

 

તાહિર મેમણ – આણંદ – 13/11/2205 – આણંદ જિલ્લામાં બૉમ્બ સ્કોડ અને પોલીસ દ્વારા જાહેર સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.આણંદ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટના પગલે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.

 

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે.ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી,વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાઓને સૂચના આપવામાં આવી છે.

 

આણંદ શહેર સહિતના સ્થળોએ પોલીસે ચેકિંગ સઘન બનાવ્યું છે. રેલવે, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ, રોડ પર વાહનોની તપાસ પોલીસે શરૂ કરી છે.

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટને પગલે સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આણંદ અને ખેડા જિલ્લામાં પણ પોલીસ દ્વારા ગઈકાલ રાત્રિના સુમારે કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની વિવિધ ટીમો દ્વારા સમગ્ર રાત્રી દરમિયાન ઠેર ઠેર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આણંદ અને ખેડા એલસીબી પોલીસની ટીમ દ્વારા આણંદ શહેરોમાં પ્રવેશવાના મુખ્ય પોઇન્ટ સામરખા ચોકડી તેમજ વાસદ ટોલનાકા ખાતે વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નડિયાદ શહેરમાં વિવિધ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર તપાસ હાથ ધરાઈ હતી. આણંદમાં આજે પણ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરી શહેરના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ ચાંપતી નજર રાખવામાં આવી હતી. જો કે અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી નહીં હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!