કાલોલના સુથારીયા પરિવાર દ્વારા જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી.દીકરીના પ્રથમ જન્મદિવસે સમાજ માટે ₹2.25 લાખનું દાન.

તારીખ ૧૫/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ સ્થિત અને અભેટવા ના વતની સુથારીયા પરિવાર દ્વારા સમાજઉત્થાન માટે કરવામાં આવતી ઉત્તમ પહેલો વચ્ચે, આજે એક વધુ સોનેરી અધ્યાય ઉમેરાયો છે. પરિવારમાં બે વિશેષ જન્મ દિવસના પાવન અવસરે દીકરી અન્વિ નિલેશભાઇ સુથારિયા નો પ્રથમ જન્મદિવસ અને રાકેશ સુથારિયા ડેપ્યુટી મામલતદાર નો જન્મદિવસ હોય આ બન્ને અવસરને સેવા-ઉત્સવમાં ફેરવતાં, સુથારીયા પરિવારે કુલ ₹2,25,000/- નું સમાજને અર્પણ કર્યા છે.આ રકમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં 2026ના ધોરણ 10 બોર્ડમાં સૌથી વધુ ટકાવારી મેળવનાર SC (અનુસૂચિત જાતિ) શ્રેણીની પ્રથમ 15 દીકરીઓને સેમસંગ કંપનીના ₹15,000/- કિંમત દરના 15 એન્ડ્રોઇડ ટેબ્લેટ ભેટરૂપે આપવામાં આવશે.આ પહેલનો મોખરો હેતુ દીકરીઓમાં ડિજિટલ શિક્ષણને મજબૂત બનાવવો તેમજ પ્રતિભાશાળી દીકરીઓને ટેક્નોલોજી સુધી પહોંચી વળતા બનાવવી હોય આ કોઈ એક દિવસનો ઉપક્રમ નથી વર્ષ 2022માં પણ રાકેશભાઈની દીકરીના પ્રથમ જન્મદિવસે નિલેશ સુથારિયાએ જાતે જ 13 SC દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા હતા.અને છેલ્લા ચાર વર્ષથી બધા ખાતાના પ્રીમિયમ પોતે જ ચૂકવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છેકે તેઓનાં પરિવારના સંસ્કારો મૂળમાં છે ત્યારે વડીલો કશનાભાઈ લાલાભાઈ સુથારિયા (રિટાયર્ડ તલાટી) અને મીનાબેન કશનાભાઈ સુથારિયા કાલોલ નગરપાલિકા કોર્પોરેટર ના આદર્શ મૂલ્યો આખો પરિવાર માઁ ખોડિયાર અને માઁ ચામુંડાના અનન્ય ભક્ત તરીકે જાણીતા છે.પરિવારનો સ્પષ્ટ સંદેશ છે કે “દીકરીઓ શિક્ષિત થશે તો ઘર, સમાજ અને દેશ આમ ત્રણેયની પ્રગતિનો નવો ઇતિહાસ લખશે તેમા બે મત નથી.





