
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૧૭ નવેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં જિલ્લાના રસ્તાઓની મરામત કરી તેને સુદ્રઢ કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અંજાર શહેરમાં નગરપાલિકા દ્વારા રસ્તાના સમારકામ તથા રીસર્ફેંસીંગની કામગીરી કરાઇ રહી છે. અંજાર શહેરમાં યમુનાપાર્ક, રામકૃષ્ણ મહાવીર નગર-૩, દબડા નિલકંઠ નગર, સ્પોર્ટસ સંકુલ નજીકનો રોડ, રામેશ્વર નગર, ત્રિવેક સોસાયટી, ચિત્રકુટ સોસાયટી, રામનગર સહિતના વિસ્તારોના માર્ગ તથા સી.સી રોડના સમારકામ તથા રીસર્ફેંસીંગની કામગીરી પૂરજોશમાં કરાઇ રહી છે. જેનાથી નાગરિકોને સુવિધાસભર પરિવહન પ્રાપ્ત થશે.




