ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લા રેડક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે વનિતાબેન પટેલની વરણી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા રેડક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે વનિતાબેન પટેલની વરણી

અરવલ્લી જિલ્લા રેડક્રોસ સોસાયટીની એક મહત્વની બેઠક તાજેતરમાં યોજાઈ હતી, જેમાં મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જાણીતા સામાજિક અગ્રણી વનિતાબેન પટેલની રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે વરણી કરાતા આ વરણીને તમામ સભ્યોએ હર્ષભેર વધાવી લીધી હતી.તેમની પસંદગીને પગલે સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી પ્રસરી છે. વનિતાબેન અગાઉ નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ચૂક્યા હોવાથી તેમનો બહોળો વહીવટી અનુભવ અને લોકસેવાની ભાવના રેડક્રોસ સોસાયટીની માનવીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.આ વરણી બાદ સંસ્થાના સર્વે કારોબારી મિત્રો અને શુભેચ્છકોએ વનિતાબેન પટેલને પુષ્પગુચ્છ અને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. રેડક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓ આગામી સમયમાં નવા આયામો સર કરશે તેવો આશાવાદ પણ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ અગાઉ જાણીતા સેવાભાવી પીઢ અનુભવી પત્રકાર અને સામાજિક કાર્યકર ભરતભાઈ પરમારે સ્થાપનાથી જ ચેરમેન તરીકે સેવાઓ આપીને એમણે કરેલી પ્રસંશનીય કામગીરીને બિરદાવાઈ રહી છે

Check Also
Close
Back to top button
error: Content is protected !!