૧૯મીએ ગાંધીધામ ખાતે એકતાયાત્રા યોજાશે
નાગરિકો, સહકારી સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ અને NCC-NSS, કોલેજના વિદ્યાર્થીઓ એકતા યાત્રામાં સહભાગી બનશે

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ ,તા-૧૮ નવેમ્બર : ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીના અવસર પર આયોજિત એક રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત “યુનિટી માર્ચ” એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં વિધાનસભા વિસ્તારવાઈઝ એકતા યાત્રા સ્થાનિક મહાનુભાવશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, રમતવીરો, સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, NCC, NSS કોલેજના સંયુક્ત સહકારથી યોજાશે. ૧૯ નવેમ્બરના રોજ ગાંધીધામ વિસ્તારની એકતા યાત્રા બપોરે ૩.૦૦ કલાકે ઝંડાચોક(મહારાવ ચોક) આદિપુરથી નીકળીને સરદાર વલ્લભાઈ પટેલની પ્રતીમા, ગાંધીધામ સુધી યોજાશે. ૨૦ નવેમ્બરના રોજ માંડવી વિધાનસભા વિસ્તારની એકતા યાત્રા બપોરે ૩.૦૦ કલાકે આશાપુર મંદિર પ્રાગપરથી નીકળીને ન્યૂ મુંદરા ખાતે પહોંચશે. ૨૦ નવેમ્બરના રોજ અંજાર વિધાનસભાની એકતા યાત્રા સવારે ૯.૦૦ કલાકે નાની નાગલપરથી નીકળીને અંજાર શહેર ટાઉનહોલ પહોંચશે. તા. ૨૨ નવેમ્બરના રોજ રાપર વિસ્તારની એકતા યાત્રા સવારે ૯.૦૦ કલાકે કલ્યાણપર ગામથી શરૂ થઈને સ્વામીનારાયણ મંદિર રાપર પહોંચશે.આ એકતા યાત્રા દરમિયાન સરદાર સ્મૃતિ માટે વૃક્ષારોપણ, એનએસએસ કેમ્પ, રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાઓની સફાઈ અભિયાન, સ્વચ્છતા અભિયાન, એકતા શપથ, આરોગ્ય શિબિર, સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત, યોગ શિબિર, શાળાકક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. કચ્છ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવણી સંદર્ભે એક રથનું આગમન થશે.પદયાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, સહકારી મંડળીઓ, વિવિધ રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતો, સામાજિક સંસ્થાઓ, આગેવાનો સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપના તમામ નાગરિકો પદયાત્રામાં જોડાશે.



