વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તાર પાસે અનુસુચિત જાતિના લોકો દ્વારા સુપ્રીમ કોર્ટના અનામત મુદ્દે ચુકાદાના વિરોધમાં ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો.
પોલીસ અને રેલ્વે વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનો દોડી આવ્યા.

તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પોલીસ અને રેલ્વે વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનો દોડી આવ્યા.
સુરેન્દ્રનગર શહેરમાં આજે અનુસૂચિત જાતિના કાયદા વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ મોટી માત્રામાં અનુસૂચિત જાતિના લોકો જોડાઈ અને મોટી માત્રામાં વિરોધ કર્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં અનુસુચિત જાતિના લોકોનો મોટો વસવાટ છે ત્યારે આજે ત્યારે સુરેન્દ્રનગરમાં અનામત વર્ગીકરણના મુદ્દાને લઇ અને જ્યારે રજૂઆત કરવામાં આવી રહી છે તેવા સમયે આજે વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારની મહિલાઓએ પસાર થતી ટ્રેનને રોકી અને કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો મોટી માત્રામાં બહેનો પણ ટ્રેન રોકી અને વિરોધ દર્શાવ્યો છે ગણપતિ ફાટસર વિસ્તારમાં મહિલાઓ દ્વારા રેલવે ટ્રેક ઉપર બેસી અને કાયદાનો વિરોધ દર્શાવી અને કાયદો રદ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી ત્યારે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાયદો ઘડવામાં આવ્યો છે જેનો મોટાપાયે સુરેન્દ્રનગર શહેરમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે ત્યારે ગણપતિ ફાટસર વિસ્તારમાં ટ્રેન રોકવામાં આવતા તાત્કાલિક અસરે રેલવે વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને પોલીસ તંત્ર પણ ટ્રેન રોકવાની ઘટના બાબતે દોડી આવી હતી.




