સુરેન્દ્રનગરના ભકિતનંદન સર્કલ પાસે પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ

તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર વઢવાણ 80 ફૂટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો એક તરફ લોકોને પીવાનું પાણી નિયમિત નથી મળી ત્યારે આવા સમયે પાણીની લાઈનમાં લીકેજ સર્જાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે વઢવાણ 80 ફૂટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે ચોકમાં જ મનપા તંત્રની પીવાના પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો હતો જો કે મનપા તંત્ર દ્વારા પાઈપ લાઈનમાં ભંગાણ ધ્યાને આવતા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ પાણીની પાઈપલાઈન અંડર ગ્રાઉન્ડ અને વધુ ઉંડાઈએ હોવાથી રોડ વચ્ચે મસમોટો ખાડો ખોદવો પડયો હતો ખાડામાં પણ ભંગાણને લઈને સતત પાણી ભરાઈ રહેતા મશીન મૂકી પાણી બહાર કાઢી સમારકામ કરવું પડયું હતું પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા લોકોને પીવા માટેનું પાણી નકામું રોડ પર વહી ગયું હતું આ સમગ્ર સમસ્યાનો વીડિયો પણ જાગૃત નાગરીક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરી સમસ્યાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો.




