
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૫ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ગણતરી ફોર્મ (EF) ડિજિટાઇઝેશનમાં આગવી કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસરશ્રીઓને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કલેક્ટરશ્રીએ તમામ BLOઓની સમર્પિત મહેનતની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા તંત્ર અને મેદાનમાં કાર્યરત સ્ટાફની સંકલિત કામગીરીને કારણે ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સકારાત્મક ગતિ સાથે આગળ વધી રહ્યો છે.૧૦૦ ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કરનાર માણાવદર વિધાનસભા વિસ્તારનાશ્રી વસરા રામભાઈ લાખાભાઈ, શ્રી રાવલીયા પ્રફુલકુમાર મેરામણભાઈ. કેશોદ વિધાનસભા વિસ્તારનાશ્રી ચોચા ભીખનભાઈ કરશનભાઈ,શ્રી પિઠીયા દીપકભાઈ જી. માંગરોળ વિધાનસભા વિસ્તારનાશ્રી ખેર કાનજીભાઈ અરજણભાઈ, શ્રી પુરોહિત રાજેશભાઈ ભાનુશંકરને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે બીએલઓએ જણાવ્યું કે હતુ કે, ૨૦૦૨ની મતદાર યાદીને આધારે હાલના ૨૦૨૫ના મતદારોનું ફિઝિકલ મેપિંગ, ડોર-ટુ-ડોર ચકાસણી, અને સ્થળ પર જ ફોર્મ ભરાવી સહી સાથે મેળવી લેવાની પદ્ધતિ અપનાવતા તેઓ ઝડપથી અને કાર્યક્ષમ રીતે ૧૦૦ ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કરી શક્યા છે.જિલ્લા સ્તરે સુધારણા કાર્યક્રમની સ્થિતિ જોઇએ તો જૂનાગઢ જિલ્લાના કુલ મતદારો ૧૩,૦૦,૩૪૪ પૈકી ૧૨,૯૮,૮૨૩ (૯૯.૮૮ ટકા) ફોર્મ વિતરણની કામગીરી અને ૮,૫૬,૧૪૭ (૬૫.૮૪ ટકા) ફોર્મ ડિજિટાઇઝની કામગીરી પુર્ણ થઈ છે.વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા મતદારોને જાણ કરવામાં આવી છે કે તા. ૨૬/૧૧/૨૦૨૫ ના રોજ મતદાન મથક ઉપર રાત્રી કેમ્પ, તેમજ તા.૨૯/૧૧/૨૦૨૫ અને તા.૩૦/૧૧/૨૦૨૫ રોજ મામલતદાર કચેરી ખાતે ગણતરી ફોર્મ કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જ્યાં મતદારો પોતાનું ગણતરી ફોર્મ સરળતાથી જમા કરી શકે છે અને અધુરી વિગતો મેળવી શકે છે. https://chunavsetu search.gujarat.gov.in/ પરથી મતદાર ૨૦૦૨ ની મતદારયાદી ની વિગતો પણ જોઈ શકે છે. ગણતરી ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ ૪/૧૨/૨૦૨૪ હોવાથી, મતદારોને વહેલી તકે ફોર્મ જમા કરી તેમના નામ ડ્રાફ્ટ મતદારયાદીમાં સુનિશ્ચિત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




