AMRELI CITY / TALUKOGUJARATRAJULA

રાજુલા samsung મોબાઇલ ના શોરૂમ ના તાળા તૂટયા

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા માં સેમસંગ મોબાઇલ શોરૂમ માં ના તાળા તૂટ્યા…

રાજુલા શહેરમાં આવેલ એસટી બસ સ્ટેન્ડ નજીકનો એ.ડી એન્ટરપ્રાઇઝ samsung કંપનીના ઓથોરાઈઝ શો રૂમમાં મોડી રાત્રિના અજાણ્યા શખ્સો દ્વારા તાળા તોડી અને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો મોડી રાત્રિના આ શખ્સો દ્વારા તાળા તોડી અને આ શોરૂમમાં આ ચોરો પ્રવેશેલા અને મોબાઈલ ચોરવા નો પ્રયાસ કરેલો પરંતુ નવા મોબાઈલ કબાટમાં હોય અને કબાટના તાળા તોડવાનો પ્રયાસ આ ચોરો દ્વારા કરવામાં આવેલો પરંતુ તાળા તૂટેલા નહીં અને ત્યારબાદ આ ચોર દ્વારા જે શોરૂમમાં ગ્રાહકોને બતાડવામાં માટે કંપની તરફથી આપવામાં આવતા ડેમો મોબાઈલ કુલ પાંચ નંગ આ ચોર દ્વારા ચોરી કરવામાં આવ્યા ત્યારે ઉપરોક્ત ઘટનાની જાણ વહેલી સવારે આ શોરૂમના માલિકને થતા શોરૂમના માલિક દ્વારા રાજુલા પોલીસની આ બાબતે જાણ કરવામાં આવેલી રાજુલા પોલીસને વહેલી સવારે આ જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ત્યારબાદ રાજુલા પોલીસ દ્વારા સી.સી.ટીવીની ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરવામાં આવી અને સીસીટીવી ફૂટેજ ના આધારે ચોર દ્વારા ચોરી રાત્રિના..2.30 કલાકની આસપાસ આ ચોર દ્વારા ચોરી કરવામાં પ્રયત્નો કરવામાં આવેલ ત્યારે આ ચોરીમાં કુલ પાંચ મોબાઇલ
Samsung Galaxy s25.Samsung Galaxy Z fold 7
Samsung Galaxy A26.Samsung Galaxy A36
Samsung Galaxy A56 ચોરી કરી ગયા નું રાજુલા પોલીસમાં જાહેર કરેલ છે…

Back to top button
error: Content is protected !!