GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
ખમીસણા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ.55 લાખના ખર્ચે નવા પીસીસી રોડ બનશે

તા.26/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોના વિકાસ અને નાગરિકોને ઉત્તમ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અન્વયે ખમીસણા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત નવા પીસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ યોજના હેઠળ ખમીસણા ગામમાં અંદાજે રૂ. ૫૫ લાખના ખર્ચે કુલ ૧,૫૦૦ મીટર લંબાઈનો પીસીસી રોડ બનાવવામાં આવશે આ રોડના નિર્માણથી ખમીસણા ગામ તથા આસપાસના વિસ્તારના રહેવાસીઓને સુરેન્દ્રનગર શહેર સાથે સીધી અને સરળ કનેક્ટિવિટી મળશે.




