
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજ UGVCL કચેરીની ઘોર બેદરકારી સામે આવી : વીજ ગ્રાહકોએ બિલ ભરી દીધા હોવા છતાં પણ નોટિસો આપતા ગ્રાહકોમાં રોષ.!!
( યુજીવીસીએલ તંત્રના અંધેર વહીવટથી ભ્રષ્ટાચાર આચારાયો હોવાની પ્રજામાં બૂમ )
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ વીજ તંત્રની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા મેઘરજ ના કેટલાક ગ્રાહકોએ પોતાનું વીજબીલ ઓનલાઇન અથવા કેસમાં ચૂકવી દીધી હોવા છતાં પણ મેઘરજ ugvcl કચેરીના અંધેર વહીવટથી વીજબીલ ભરેલ ગ્રાહકોને પણ નોટિસો આપી માનહાની કરતા વીજ ગ્રાહકોમાં ભારે રોશ ફેલાયો છે ત્યારે વીજ બીલ ભરાયું હોવા છતાં પણ નોટિસ કોના સહીથી ઇસ્યુ થઈ શું તેમની નોટિસ માં સહી કરતી વખતે નોટિસ ચકાસી હશે કે કેમ તેવા અનેક સવાલો ઊભા થયા છે ત્યારે આ નોટિસો ઉપરથી જણાય છે કે મેઘરજ યુજીવીસીએલ તંત્રને માત્રને માત્ર નાણા એકત્ર કરવામાં જ રસ હોય અને ગ્રાહકોની પડતી મુશ્કેલીઓ નિવારવામાં રસ ન હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે જેથી મેઘરજ ugvcl કચેરીની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.મેઘરજ તાલુકો અંતરિયાળ અને મુખ્યત્વે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ તાલુકો હોવાથી આ તાલુકાના અધિકારીઓ જાણે પોતાની રાજા માનતા હોય તેવો રૂવાબ બતાવી અભણ અને ભોળી પ્રજાને ગુમરાહ કરી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે જેમાં કચેરી દ્વારા મેઘરજ તાલુકામાં કેટલાક સ્માર્ટ વીજ ધારકોએ પોતાના બિલ ભરી દીધા હોવા છતાં અને નાણાં ભર્યાની પાવતીઓ આપી હોવા છતાં પણ મેઘરજ યુજીવીસીએલ કચેરીના વહીવટ દ્વારા વીજ ગ્રાહકોને નોટિસો આપતા યુજીવીસીએલ કચેરીની ગોર બેદરકારી સામે આવી છે અને યુજીવીસીએલ કચેરીનું કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે આ અંગે મેઘરજ ના સ્માર્ટ મીટર ધરાવતા વીજ ગ્રાહક રહીમભાઈનું સ્માર્ટ મીટરનું વીજ બિલ રૂ. 12378 હતું તે વીજ બિલ વીજ ગ્રાહક દ્વારા તારીખ 13 નવેમ્બર 2025 ના રોજ ભરી દેવામાં આવ્યા હતા અને પાવતી મેળવી લીધી હોવા છતાં પણ તારીખ 19- 11-2025 ના રોજ રૂ. 12378 બાકી છે તેવી યુજીવીસીએલ કચેરી મેઘરજના નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગ મેઘરજ ઘટક-1 દ્વારા વીજ ગ્રાહક રહીમભાઈને નોટિસ આપી રૂપિયા 12,378 ભરવા માટે 15 દિવસનો સમય આપતા વીજ ગ્રાહક રહીમભાઈ ભાવુક બન્યા હતા અને આ અંગે તેઓએ નાયબ કાર્યપાલક ઇજનેર ને રજૂઆત કરવા માટે વીજ કચેરીએ પહોંચ્યા હતા પરંતુ નાયબ કાર્યપાલકને હાજર ન મળતા તેમની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે અને તેમણે જણાવ્યું હતું કે આ કચેરી ભ્રષ્ટાચાર થી ખદબત્તી કચેરી છે જેમાં ગ્રાહકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવામાં આવતું નથી પરંતુ મલાઈ તારવી લેવામાં માહિર કર્મચારીઓ પોતાની કામગીરીની ફરજ સાઇડ ઉપર મૂકીને અન્ય કામગીરીમાં જોતરાયા હોવાની પણ તાલુકામાં ઉઠી છે ત્યારે ઉચ્ચ અધિકારી દ્વારા આ કચેરીના વહીવટ અંગે તપાસ હાથ ધરવામાં આવે તો અનેક ભ્રષ્ટાચાર બહાર આવે તેની શક્યતા નકારી શકાતી નથી.







