DAHODGARBADAGUJARAT

ગરબાડા તાલુકાની આંગણવાડી કાર્યકરો/તેડાગર બહેનોએ સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી

તા.૨૮.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આંગણવાડી કાર્યકરો/તેડાગર બહેનોએ સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૬ માસથી ૩ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ અને કિશોરીઓને આંગણવાડી કક્ષાએથી THR (ટેક હોમ રેશન) આપવામાં આવે છે, તેમજ ૩ થી ૬ વર્ષના બાળકોને આપવામાં આવતા ગરમ નાસ્તામાં વપરાતા કાચા જથ્થાની સામગ્રીમાં સત્વ આંટાનો સમાવેશ થાય છે.દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આંગણવાડી કાર્યકરો/તેડાગર બહેનોએ THR પ્લાન્ટમાં બનતા ટેક હોમ રેશન અને સત્વ ફોર્ટિફાઇડ આટ્ટાની તમામ પ્રક્રિયા સમજવા લર્નિંગ એજ્યુકેશનલ એક્સપોઝર અર્થે સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી હતી.લર્નિંગ એજ્યુકેશનલ એક્સપોઝર વિઝિટ દરમિયાન THR પ્લાન્ટમાં બનતા ટેક હોમ રેશન અને સત્વ ફોર્ટિફાઇડ આટ્ટાની બનાવટની પ્રક્રિયા અને મહત્વ અંગે સમજણ મેળવી હતી

Back to top button
error: Content is protected !!