GUJARATJUNAGADH

જૂનાગઢમાં નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા શિબિર યોજાઈ

જૂનાગઢમાં નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા શિબિર યોજાઈ

નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા “તમારી મૂડી, તમારો અધિકાર” શિબિરનું જુનાગઢ ખાતે જિલ્લા કક્ષાની આયોજન કરાયું.
“તમારી મૂડી, તમારો અધિકાર” ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા માટેની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ૦૧ ઓક્ટોબર ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશનું તારીખ ૦૧ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા કરવામાં આવ્યા બાદ હવે આ ઝુંબેશ ને જિલ્લા કક્ષાએ આગળ ધપાવવા જૂનાગઢ ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અગ્રણી જિલ્લા બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું.અગ્રણી જિલ્લા બેંક અધિકારી શ્રી ગણપત રાઠવા દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે RSETI ગ્રાઉન્ડ, જૂનાગઢ ખાતે ૨૮ નવેમ્બર ૨૦૨૫ ના રોજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.આ શિબિરનો શુભારંભ LDO RBI શ્રી નીતિન ડોલારે, DDM નાબાર્ડ શ્રી શુભમ વિજયકુમાર, ઉપ મહાપ્રબંધક શ્રી નારાયણ સાહની, ડિરેક્ટર RSETI તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહક, લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિર દરમ્યાન મંચસ્થ મહાનુભાવો દ્વારા ૧૦ દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ આપવામાં આવ્યા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ ૫૯.૨૭ લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા આ મહામેળાવડામાં અંદાજે ૧૭૫ જેટલા લોકો હાજર રહ્યા હતા.આ શિબિર દરમ્યાન વિવિધ નાણાકીય સંસ્થાઓ અને RSETI દ્વારા કુલ ૭ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જે સ્ટોલ પર લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારો ને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!