GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ સી.બી.ગર્લ્સ હાઈસ્કૂલમાં વિશ્વ એઈડ્સ દિવસ ની ઉજવણી કરવામા આવી.

તારીખ ૦૧/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા ક્ષય અધિકારી (ડી.ટી.એચ.ઓ )અને દિશા-ડાપકું યુનિટ દાહોદ ના માર્ગદર્શન હેઠળ કાલોલ શ્રીમતી સી. બી. ગર્લ્સ હાઈસ્કૂલમાં વિશ્વ એઈડ્સ દિવસ 1લી ડિસેમ્બરના રોજ સારથી સંસ્થા ગોધરા અને શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી દરમિયાન સારથી ટી. આઈ સ્ટાફ, શ્રી સી.બી ગર્લ્સ હાઈસ્કૂલ ના ઈ.આચાર્ય નારણભાઈ પી પટેલ, રેફરલ હોસ્પિટલ કાઉન્સેલર પંકજભાઈ ઠાકોર અને 675 વિદ્યાર્થીઓ ની હાજરીમાં એઇડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવતા અવરોધોને દૂર કરવાની થીમ ઉપર HIV-AIDS ની વિસ્તૃત જાણકારી આપી તેમજ HIV ગ્રસ્ત લોકો ની મદદ અને સંભાળ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું .શાળા ની દીકરીઓ દ્વારા AIDS જન-જાગૃતિ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.






