અભયમ રેસકયું ટીમ નો માનવતાવાદી કાર્ય.એક મહિલા અને તેની માસુમ બાળકીને સુરક્ષિત આશ્રય અપાવ્યુ..

તારીખ ૦૨/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગત રોજ એક જાગૃત નાગરિક એ 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી જણાવેલ કે એક મહિલા રોડ પર ફર્યાં કરે છે તેઓ ની પાસે આશરે એક વર્ષનું બાળક છે તેને મદદ રુપ બનવા જણાવતાં અભયમ રેસકયું ટીમ ગોધરા સ્થળ પર પહોંચી તેઓ સાથે વાતચિત કરતા તેઓ કોઈ માહિતી સરખી રીતે આપી શકયા ન હતા. આ મહિલા અને તેના બાળક ને સુરક્ષા ની જરૂર જણાતા સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે આ ફોટો વાળા મહિલાની કોઈ ને જાણકરી મળે તો અભયમ સૂત્રો નો સંપર્ક કરવા વિનંતી છે.મળતી માહિતિ મુજબ ઘોઘંબા માં એક જાગૃત વ્યક્તિ એ 181 મહિલા હેલ્પ લાઈન માં કૉલ કરીને જણાવેલ કે અજાણ્યા મહિલા બે દિવસથી નાનું બાળક લઈને ગામમાં આસપાસ ફર્યા કરે છે અને સાંજે ચાર રસ્તા પર આવી ઊંઘી રહે છે અને લોકો તેને પૂછપરછ કરતા ગાળો બોલે છે.ગોધરા 181 અભયમ ટીમે થર્ડ પાર્ટી જણાવેલ સરનામે સ્થળ પર પહોંચેલ અને મહિલાનું કાઉન્સિલિંગ કરતા તેઓ તેનું નામ જણાવતા હતા પરંતુ તેમના વિશે બીજી કોઈ માહિતી આપી સકે તેમ ના હોય. તેઓને અને તેના બાળકને કોઈ નુક્શાન થાય નહી.. કારણ કે તેઓ બાળકીને લઈ રોડ વચ્ચે બેસતા , સુતા હતાં અને આજુબાજુમા ફરતા રહેતા હતા.લોકોને જાણ થતા અવાર નવાર તેમને પકડી ને બાજુ પર લાવતા હતાં.અન્ય વ્યકિત ને કોઈ નુક્શાન થાય નહી તે માટે અજાણ્યા મહિલા ને સુરક્ષિત આશ્રય માટે ઓ.એસ.સી મા રાખવામા આવેલ છે અભયમ ના આ માનવતાવાદી કાર્યથી લોકો એ અભયમ સેવાને બિરદાવી હતી.






