
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ઇસરી ગામમાં વેસ્ટેજ (ગંદુ ) પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતા રહીશો પરેશાન ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય – રસ્તાઓ પર પાણી ભરાયા , રજૂઆતો છતાં નિકાલ નહીં..!!


મેઘરજ તાલુકાના ઇસરી ગામમાં નવીન રસ્તો બની રહ્યો છે તો બીજી બાજુ પાણી ભરાયા ની પરિસ્થિતિ નુ નિર્માણ થયું હોય તેવો ઘાટ છે.જેને લઈ જાગૃત નાગરિકે સવાલો ઉઠાવ્યા છે અને હવે ગામમાં ગંદકીનું પાણી ઠેર ઠેર ભરાયેલું જોવા મળી રહ્યું છે. જેમાં સ્થાનિક જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર નવીન રસ્તા માટે ગામમાં દબાણ દૂર કરવામાં આવ્યું પરંતુ જે ગંદકીના પાણીના નિકાલ માટે ગટરલાઇન હતી તે પણ તોડવામાં આવી જેના કારણે હવે ગામનું ગંદકીનું પાણી રસ્તાઓ પર ભરાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હાલ રસ્તાનું કામ પણ શરૂ છે તો બીજી બાજુ ગંદા પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી જેને લઇ આગામી દિવસોના આ પરિસ્થિતિ વધુ વિકટ બને તેવો ઘાટ સર્જાયો છે. ગ્રામ પંચાયત ના વિવિધ સતાધીશો ને રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઇપણ આ બાબતે ધ્યાને નથી લેતુ ગામમાં નવીન રસ્તાના કામકાજ ને લઇ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન થતા આ પરિસ્થિતિ નુ નિર્માણ થયું હોવાના આક્ષેપો કર્યા છે બીજી તરફ ગામમાં દબાણ પણ માપ પ્રમાણે ઓછાવત્તુ તોડવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ હાલ ગામમાં પાણી ભરાતા ગંદકી જોવા મળતા સ્વચ્છતા ની બાબત ને લઇ અનેક સવાલો ઊભા થયા છે હાલ ગ્રામજનો ની માંગ છે કે ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે






