
તા.૦૬.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ અભયમ 181 મહિલા હેલ્પ લાઇન દ્વારા મહિલા સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે
આ દરમિયાન મહિલા સુરક્ષા, સલામતી,આરોગ્ય, શિક્ષણ, રોજગારી અને સરકારી મહિલા લક્ષી યોજનાનો ની માહિતી અને લાભ મેળવતા થાય તે માટે વિશેષ કાર્યક્રમો નું આયોજન કરવામા આવેલ છે.અભયમ 181 મહિલા હેલ્પ લાઇન દાહોદ ટીમ દ્વારા મહિલા સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દરમિયાન મોડલ સ્કૂલ ખરોડ ખાતે ના 350 જેટલા વિધાર્થીઓ ને મહીલાઓ ને મુસકેલી ના સમયે મદદ માર્ગદર્શન અને બચાવ કરતી 24 કલાક વિના મૂલ્યે સેવા આપતી અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ની માહીતી આપી હતી જેમાં મહિલાઓ પર થતા શારિરીક, માનસીક, જાતીય અને ઘરેલું હિંસા સહિત ના કિસ્સાઓ માં તેમજ લગ્ન જીવન ના વિખવાદો માં અસરકારક કાઉન્સિલગ અને સરકાર શ્રી ની અન્ય એજન્સી ઓ ના સમન્વય થી સુચારુ સમાધાન કરવામાં આવે છે આ ઉપરાત જરૂરિયાત મુજબ પોલીસ સ્ટેશન, નારી સંરક્ષણ ગૃહ,. ઓ.એસ.સી વગેરે ની પણ સેવા મળી રહે તે માટે સંકલન કરવામાં આવે છે.તાલીમાર્થી ઓ ને સ્વાવલંબન બનવા અને કટોકટી ના સમયે 181 મહિલા હેલ્પ લાઇન નો સમ્પર્ક કરવા માગૅદશૅન આપવામા આવ્યુ હતુ.




