BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર વકીલશ્રીઓ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

7 ડીસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

અધિવકતા પરિષદ- પાલનપુર વકીલશ્રીઓ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. છઠ્ઠી ડિસેમ્બર એટલે ભારત રત્ન, બોધિસત્વ અને ભારતના પ્રથમ કાયદા મંત્રી, સિમ્બોલ ઓફ નોલેજ એવા ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પરિનિર્વાણ દિવસ નિમિતે અધિવકતા પરિષદ- પાલનપુર દ્વારા તમામ વકીલશ્રીઓએ ભેગા મળી પાલનપુરમાં સીમલા ગેટ પાસે આવેલ ડૉ.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને ડૉ.બાબાસાહેબ આંબેડકરના જીવન સંઘર્ષો, મૂલ્યો અને ભારતને અખંડિત રાખવા અને ભારત વિશ્વ ગુરુ બને તે તરફ કરેલા દિશા સૂચનો અને એમના દ્વારા લિખિત દુનિયાના સૌથી મોટા ભારતીય સંવિધાનને યાદ કરી બધાએ હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે અધિવકતા પરિષદ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ એડવોકેટશ્રી ધીરજભાઈ ધારાણી, પાલનપુર તાલુકાના પ્રમુખશ્રી પ્રકાશભાઈ ધારવા સાથે સિનિયર એડવોકેટ શ્રી ભાવેશભાઈ રાવલ, શ્રી રમેશભાઈ પુરોહિત, શ્રી મનુભાઈ પટેલ, નિવૃત ટીડીઓ અને એડવોકેટશ્રી દિનેશભાઈ પરમાર, શ્રી નરેશભાઈ ચોરસીયા, શ્રી જીગ્નેશભાઈ આચાર્ય, શ્રી ધર્મેન્દ્રભાઈ સોનગરા, શ્રી લલિતભાઈ યોગી,શ્રી બાબુભાઈ રણાવસિયા, શ્રી દીપસિંહ રાજપૂત,શ્રી દિનેશભાઈ ભાટિયા,ફોજાભાઈ ગરાસિયા અને અન્ય ઘણા બધા વકીલ સાહેબોએ હાજર રહી ડૉ. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Back to top button
error: Content is protected !!