GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ બાર એસોસિએશનની ચટણીમાં તમામ સભ્યો બિનહરીફ.કોઈ ઉમેદવાર દ્વારા નામંકન ન થતાં, સંગઠનની એકતા અને સર્વસંમતિનું ઉત્તમ દૃશ્ય જોવા મળ્યું.

 

તારીખ ૦૯/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત બાર એસોસિએશન ના માર્ગદર્શન હેઠળ કાલોલ બાર એસોસિએશન ની ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી. આ ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ખાસ કરીને હિરેનકુમાર અજીતસિંહ ગોહિલ ફરી એકવાર પ્રમુખ તરીકે ચૂંટાતા વકીલ મંડળમાં ઉત્સાહનું માહોલ સર્જાયો છે.અપાયેલ માહિતી મુજબ વિવિધ હોદ્દાઓ માટે ફોર્મ ભરાયા હતા,પરંતુ અન્ય કોઈ ઉમેદવાર દ્વારા નામંકન ન થતાં, સંગઠનની એકતા અને સર્વસંમતિનું ઉત્તમ દૃશ્ય જોવા મળ્યું હતું. પરિણામે તમામ હોદ્દેદારો બીનહરીફ જાહેર થયા હતા. બીનહરીફ નવનિયુક્ત હોદ્દેદારોની જાહેર થયેલ ઉમેદવારોના નામ પ્રમુખ હિરેનકુમાર અજીતસિંહ ગોહિલ ઉપપ્રમુખ મનોજકુમાર ભીખાલાલ વણકર સેક્રેટરી કાંતિલાલ મગનલાલ સોલંકી જોઈન્ટ સેક્રેટરી કલ્પેશસિંહ અશોકભાઈ સોલંકી ખજાનચી પુષ્પાબેન રાયજીભાઈ પટેલ સભ્ય દિવ્યેશકુમાર ગોવિંદભાઇ મુજપરા સભ્ય સુરેશભાઇ વિઠ્ઠલભાઈ મકવાણા સભ્ય દિવ્વરાજસિંહ કિરીટસિંહ પરમાર જ્યારે લાઈબ્રેરી સેક્રેટરી મા કોઈ ફોર્મ ન ભરતા એ પદ ખાલી છે જ્યારે તમામ સભ્યોની બિનહરીફ વરણી થતા કાલોલ વકીલ મંડળના સભ્યોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે નવી ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં વકીલ મિત્રોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી નવનિયુક્ત પ્રમુખ હિરેનકુમાર ગોહિલે જણાવ્યું કે, નવી ટીમ સાથે મળીને વકીલોની સુવિધાઓમાં વધારો, કાનૂની સેવાની ગુણવત્તામાં સુધારો અને કાલોલ બાર એસોસિએશનને વધુ મજબૂત બનાવવાના દિશામાં કાર્ય કરવામાં આવશે.તેવું જણાવાયું હતું.

 

Back to top button
error: Content is protected !!