કેશોદમાં મલ્ટી પર્પઝ ચબૂતરાનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ ના હસ્તે કરવામાં આવ્યું ફર્સ્ટ એઈડ બૉક્સ, પાણી માટે કૂંડુ, પક્ષી માટે ચણ ની વ્યવસ્થા, વૃદ્ધો માટે બેસવાની વ્યવસ્થા નોટીસ બોર્ડ જેવા હેતુઓ નો ચબુતરામાં સમાવેશ
કેશોદમાં મલ્ટી પર્પઝ ચબૂતરાનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ ના હસ્તે કરવામાં આવ્યું ફર્સ્ટ એઈડ બૉક્સ, પાણી માટે કૂંડુ, પક્ષી માટે ચણ ની વ્યવસ્થા, વૃદ્ધો માટે બેસવાની વ્યવસ્થા નોટીસ બોર્ડ જેવા હેતુઓ નો ચબુતરામાં સમાવેશ

આપણી સંસ્કૃતિનું એક પ્રાચીન પરંતુ અતિમૂલ્યવાન નજરાણું એટલે ચબૂતરો.પક્ષીઓ માટે પાણી, દાણા અને આશ્રય આપતું ચબૂતરો એ માત્ર પ્રકૃતિની સંભાળ જ નહીં, પરંતુ માણસને પ્રકૃતિના જોડાણની અનુભૂતિ કરાવતું પવિત્ર સ્થળ હતું. પરંતુ અત્યારે આધુનિકતા અને શહેરીકરણ થતાં નવી પેઢીમાં ચબૂતરાની પરંપરા ધીમે ધીમે લુપ્ત થઈ છે.શહેરની ઊંચી ઇમારતો વચ્ચે પક્ષીઓ માટે આશ્રય સ્થાન પણ બચ્યા નથી, માણસ પ્રકૃતિથી દુર થયો છે.આ પરિસ્થિતિને બદલવા એક અનોખા પગલાં રૂપે ભારત પરિષદ કેશોદ શાખાએ એક મલ્ટી-પરપઝ ચબૂતરો બનાવ્યો છે.કેશોદ શહેરમાં આજે રોજ ડી.પી.રોડ પર આ એક વિશેષ મલ્ટી પરપઝ ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ચબુતરામાં પ્રાથમિક સારવાર માટે દવાઓ તથા આ વિસ્તારના સારા-નરસા પ્રસંગોની માહિતી અને વિચાર સંદેશ માટે નોટિસ બોર્ડ,તથા ઘરમાં રહેલ વધારાની વસ્તુઓ મુકીને બીજા માટે ઉપયોગી બનાવવા વસ્તુ મુકવાની ખીટી રાખેલ છે. આ પ્રકલ્પના ભવ્ય લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગપરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલીયા, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, અન્ય પ્રતિષ્ઠિત આગેવાનો તથા ભારત વિકાસ પરિષદના સમર્પિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. પ્રસંગનું આવકાર અને વિગતવાર માહિતી પ્રમુખ શ્રી આર.પી.સોલંકી સાહેબે આપી હતી.સૌના આભાર પ્રદાનનું કાર્ય સ્થાપક પ્રમુખ ડૉ. તન્ના સાહેબ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એનાઉન્સર ડો. ભુપેન્દ્રભાઈ જોશી એ કર્યું.પરંપરા અને આધુનિક વિચારધારાનું અનોખું સંકલન રૂપ આ ચબૂતરો સંસ્થાના સભ્ય શ્રી દિનેશભાઈ સિદ્ધપરાએ બનાવેલો છે. જે માત્ર પક્ષીઓનો આશ્રય જ નહીં પરંતુ સમાજની એકતાનું કેન્દ્ર બનશે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





