NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: બુટલેગરો બન્યા બેફામ: LCB ટીમને ચકમો આપી બેફામ બનેલી બુટલેગરની ક્રેટા કાર, ઇકો કાર અને ટ્રકને અડફેટે લીધી….

વાત્સલ્યમ સમાચાર

    નવસારી

નવસારી જિલ્લા પોલીસનું બુટલેગરોમાં કોઈ ખોફ રહ્યો નથી જેના કારણે જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે જિલ્લામાં ઠેરઠેર ખુલ્લે આમ દારૂ મળી રહ્યો છે. જેના કારણે આજનો યુવા ધન બરબાદ થઈ રહ્યો છે. બેખોફ દારૂની હેરફેર કરતા બૂટલેગરો ક્યારેક નિર્દોષ લોકોનો ભોગ લેશે તેવો વિડિઓ સોશિયલ મીડિયામાં વહેતો થતા જિલ્લાના લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ નવસારી જિલ્લાના રાનકુવા પોલીસ ચોકીની સામે સફેદ રંગની ક્રેટા કાર દારૂ ભરીને આવી રહી છે એવી બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ બુટલેગરનો પીછો કર્યો હતો અને રાનકુવા પોલિસ ચોકીની સામે બુટલેગરને અટકાવવા નાકાબંધી કરી હતી.એ જોઈને ભાગી રહેલ બુટલેગરે ગાડીની સ્પીડ વધારી આગળ ઉભેલ ઇકો કારને અને ટ્રકના દરવાજાને ટક્કર મારી નાકાબંધી તોડી ફરાર થઇ ગયેલ જેનાથી સ્થાનિકો અને વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં માં લોકોએ ભારે આક્રોશની લાગણી વ્યક્ત કરી હતી અને આવી ઉંદર બિલાડીની રેસમાં કોઈ નિર્દોષ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હોત તો જવાબદાર કોણ અને ઇકો અને ટ્રકમાં થયેલ નુકસાનની ભરપાઈ કોણ કરશે ?બુટલેગર કરશે કે પછી પોતાની કોઈપણ ભુલ વગર અકસ્માતનો ભોગ બનેલી ઇકો કાર અને ટ્રકના માલિક કરશે એવી ચર્ચાઓએ સોસીયલ મીડિયામાં ભારે વેગ પકડ્યુ હતું.

Back to top button
error: Content is protected !!