કાલોલના વેજલપુર ગામે દાદા નું બુલડોઝર ચાલ્યું સીટી સર્વે ની સરકારી મિલકત ૩૩૩ બ માંથી કોમર્શિયલ બાંધકામ દૂર કરાયું.

તારીખ ૧૬/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે દાદા નું બુલડોઝર ચાલ્યું સીટી સર્વે નંબર ૩૩૩ બ ની સરકારી મિલકત માંથી ગેરકાયદેસર કોમર્શિયલ દુકાન નો ઓટલો સીડી (દાદર) તેમજ શેડ નું બાંધકામ દૂર કરવામાં આવ્યું એક તરફ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ આપેલ નિવેદન મુજબ ગુજરાત માં તમામ સરકારી મિલકતો માં થયેલા દબાણો દૂર કરવામાં આવશે કોઈને પણ છોડવામાં આવશે નહિ તેવું જણાવ્યું હતું ત્યારે વાત કરવામાં આવેતો કાલોલ તાલુકાના વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી સહિત પંચમહાલ જીલ્લા ની વિવિધ કચેરીઓમાં તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમ માં લેખિત પુરાવા સાથે ધારદાર રજુઆતો કરવામાં આવી હતી જેને લઈ તાલુકા સ્વાગત કાર્યક્રમ માં સીટી સર્વેના અધિકારી ને સ્ટેમ્પ ડ્યુટી કલેટર દ્વારા એક દિવસ માં દબાણ દૂર કરવાના આદેશ આપ્યા હતા તેમ છતાં સીટી સર્વેના અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહતી જેથી અરજદાર દ્વારા તાલુકા સ્વાગત માં ફરી રજુઆત કરવામાં આવી હતી જેથી પ્રાંત કલેકટર દ્વારા સીટી સર્વેના અધિકારી ને કડક સૂચના આપવામાં આવી હતી કે ૧૫ દિવસ માં દબાણ દૂર કરી દેવાના આદેશ આપવામાં આવ્યા હતા જેથી આજ રોજ વેજલપુર ખાતે આવેલ સીટી સર્વેની સરકારી મિલકત ૩૩૩ બ માંથી સીટી સર્વેના અધિકારી દ્વારા વેજલપુર ખાતે આવેલ સીટી સર્વે નંબર ૩૩૩ બ માં આવેલ રણછોડરાય વાસણ ભંડાર નામની કોમર્શિયલ દુકાન ના ઓટલા સીડી (દાદર) તેમજ શેડ નું બાંધકામ દૂર કરવામાં આવ્યું.






