GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના મોટી કાનોડ ગામે નદીમાંથી રેતી ભરવાની અદાવતમાં ધારીયા વડે હુમલો કરતા એક ઇસમ ઘાયલ.

 

તારીખ ૧૬/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે મેસરી નદીમાંથી રેતી ભરવાનાં વિવાદના કારણે એક વ્યક્તિ પર ધારીયા વડે હુમલો કરતા આ હુમલામાં ઇસમ ગંભીર રીતે ઘાયલ થતાં જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગોધરા તાલુકાના વેરૈયા ગામના અજયકુમાર રમેશભાઈ પરમાર દ્વારા નોંધાવેલ વિગત અનુસાર મોટી કાનોડ ગામે રહેતા આરોપી કમલેશકુમાર પ્રવિણસિંહ ચૌહાણ પોતાના ઘર આગળ નીકળતી વખતે ફરીયાદી ના ભાઈ કમલેશભાઇ રમેશભાઈ પરમારને કહેલું કે અમારી બાજુમાંથી મેસરી નદીમાંથી રેતી ભરવી નહી તેમ કહી મા બેન સમાણી ખોટી ગાળો બોલી ગડદાપાટુનો માર મારી તેના હાથ માનુ ધારીયુ જમણા પગે ઢીંચણની નીચે મારી ચામડી કપાઈ લોહી નીકાળી ઈજાઓ પહોંચાડી તેમજ આરોપીએ ફરીયાદી ની માતા ચંન્દ્રીકાબેન ને પણ જમણા હાથનો અંગુઠો મચકોડી નાંખી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા કાલોલ પોલીસે આરોપી કમલેશકુમાર પ્રવિણસિંહ ચૌહાણ વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!