DAHODGUJARATJHALOD

ઝાલોદ ઘટક ૧ના cdpo ની અધ્યક્ષતામાં સુપોસિત દાહોદ પોર્ટલની કામગીરી બાબતે મીટીંગ યોજાઈ

તા.૨૩.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદ ઘટક ૧ના cdpo ની અધ્યક્ષતામાં સુપોસિત દાહોદ પોર્ટલની કામગીરી બાબતે મીટીંગ યોજાઈ

દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ઝાલોદ ઘટક ૧ cdpo ની અધ્યક્ષતામાં અને મુખ્યસેવિકા તથા આંગણવાડી વર્કરની હાજરીમાં સુપોસિત દાહોદ પોર્ટલ કામગીરી બાબતે મીટીંગ યોજાઈ. જેમાં ઝાલોદ ઘટક ૧ના તમામ સેજાનાં કાર્યકર બેનો હજાર રહ્યા. મહિલા અને બાળ વિકાસ અંતર્ગત કરવાની થતી કામગીરીના મોનીટરીંગ માટે બનાવેલ ncs પોર્ટલના નિયમ મુજબની કામગીરી કરતા ફોટો ફરજિયાત અપલોડ કરવા માટે કડક સૂચના આપવામાં આવી. કામગીરી સંતોષકારક રીતે ન કરવામાં આવે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની જાણ કરવામાં આવી હતી.રમશે દાહોદ જમશે દાહોદ ભણશે દાહોદ અંતર્ગત કરવાની થતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની કામગીરી વિશે રિવ્યૂ લેવામાં આવ્યો અને નિયમિત રીતે વ્યવસ્થિત કામગીરી કરી તેના વિડીયો નિયમિત રીતે અને થીમ મુજબના જ વીડિયો બનાવવા માટેની કડક સૂચના આપવામાં આવી હતી.આંગણવાડીના તમામ લાભાર્થી આંગણવાડીમાંથી લાભ મેળવે તે માટે વધુમાં વધુ લાભાર્થીની નોંધણી કરવી અને નિયમ મુજબ નિયમિત રીતે લાભ આપવો તેવી ગંભીર સૂચના આપવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!