આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે થેલેસેમિયા ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું.

24 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે થેલેસેમિયા ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વિસનગર અંતર્ગત કરવામાં આવ્યું હતું. જેમાં કેમ્પ ઈન્ચાર્જ શ્રી ભરતભાઈ વાળંદ અને શ્રી યોગેશભાઈ શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા. તથા વિદ્યાર્થીઓને થેલેસેમિયા વિશે એક ચલચિત્ર બતાવી મૌખિક માહિતી આપીને પરિવારના માનસિક – આર્થિક સંતાપોથી બચાવવા અને સંતાનોને નાની ઉંમરે મૃત્યુનો ભોગ બનતા અટકાવવા માટે કેમ થેલેસેમિયા ટેસ્ટ જરૂરી છે ?તેની સંક્ષિપ્તમાં માહિતી આપી. આ કાર્યક્રમમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારોશ્રીઓએ હાજરી આપી હતી કાર્યક્રમને બિરદાવ્યો હતો. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓનું બ્લડ સેમ્પલિંગ લેવામાં આવ્યું હતું.
આમ અધ્યાપકશ્રીઓના સાથ સહકારથી કાર્યક્રમનું સુચારુ આયોજન થયું હતું.





