GUJARAT

સાપુતારા ખાતે યોજાયેલા આચાર્ય સંઘના શૈક્ષણિક અને વહીવટી અધિવેશન દરમિયાન આશીર્વચન પાઠવતા હેતલ દીદી..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વલસાડના જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.રાજેશ્રી ટંડેલની અધ્યક્ષતામા, તાજેતરમાં યોજાયેલા ‘વલસાડ જિલ્લા આચાર્ય સંઘના ૨૦૨૫/૨૬નાં વર્ષના શૈક્ષણિક અને વહીવટી અધિવેશન દરમિયાન, તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસૂર્ણાના બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીએ ઉપસ્થિત આચાર્યોને આશીર્વચન પાઠવ્યા હતા. સાપુતારા ખાતે આયોજિત આ અધિવેશનમાં ડાંગ જિલ્લાના વાસુર્ણા સ્થિત  તેજસ્વિની સંસ્કૃતિ ધામના સંસ્થાપક પૂ.હેતલ દીદીએ ‘શિક્ષક’ શબ્દની સાચી પરિભાષા સ્પષ્ટ કરતા તેમને શિસ્ત, ક્ષમા, કર્મ, અને સંસ્કારના પર્યાય તરીકે વર્ણવી ગૌરવ પ્રદાન કર્યું હતુ.ભાવિ પેઢીમાં ઉચ્ચત્તમ સંસ્કારોનું સિંચન કરતાં ગુરૂજનોને શીરે, સમાજ ઘડતરની વિશેષ  જવાબદારી હોવાનું પણ તેમણે આ વેળા જણાવ્યું હતું. વક્તા તરીકે ડૉ. જય વશી દ્વારા સુંદર માર્ગદર્શન અપાયું હતુ..

Back to top button
error: Content is protected !!