GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજીત કાનુની શિક્ષણ શિબિર છગનપુરા સ્કુલમાં યોજાઇ.

તારીખ ૨૬/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજીત કાનુની શિક્ષણ શિબિર તાલુકાની કરૂણેશ વિદ્યામંદિર છગનપુરા સ્કુલ માં તારીખ ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ ૧૨:૩૦ કલાકે રાખવામાં આવેલ હતી. જેમાં લીગલ એડવોકેટ તરીકે કાન્તીભાઈ એમ.સોલંકી સાથે વકીલ કલ્પેશભાઈ એ સોલંકી જોઈન્ટ સેક્રેટરી,સીનીયર વકીલ ભુપેન્દ્રભાઈ બી.પરમાર સહિત સ્કુલ મંડળ ના પ્રમુખ ઉદેસિંહ ગોહિલ, મંત્રી રતનસિંહ ચૌહાણ તથા સ્કુલના શિક્ષકો અને બાળકો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યાં બાળ લગ્ન ને લગતો કાયદો,પ્રોકસો એક્ટ નો કાયદો અને આર.ટી.ઈ.નો કાયદો, સાઈબર ક્રાઇમ ના કાયદા વિશે વિસ્તૃત માહિતી ઉપસ્થિત શાળાના બાળકોને આપવામાં આવી હતી. જેમાં સ્વાગત પ્રવચન સ્કુલના મંત્રી રતનસિંહ ચૌહાણે કર્યો હતો અને આભારવિધી સ્કુલ ના શિક્ષક હંસાબેન દ્વારા કરવામાં આવી હતી.






