
તા.૨૭.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli: ઉત્તરાયણના તહેવાર પૂર્વે દાહોદ જિલ્લાના સંજેલી વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી
સંજેલી ખાતે એસ.ઓ.જી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ
ટીમે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ સામે કડક કાર્યવાહી કરતા મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.સંજેલી–સંતરામપુર રોડ પર આવેલી “સાવરીયા મોબાઇલ” નામની દુકાનમાં એસ.ઓ.જી. દ્વારા રેઇડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોબાઇલની આડમાં પ્રતિબંધિત સામાનનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.રેઇડ દરમિયાન દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 150 ફીરકા 490 ચાઇનીઝ તુક્કલ ઝડપી પાડવામાં આવ્યા છે.ઝડપાયેલા પ્રતિબંધિત મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 89,700 થાય છે, જે સમગ્ર જથ્થો એસ.ઓ.જી. દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે.આ મામલે પોલીસે દુકાનના સંચાલક યશવંતભાઇ ખુબીલાલ જીનગર ની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ સંજેલી પોલીસ સ્ટેશનમાં કાયદેસર ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીથી માનવજીવન અને પક્ષીઓ માટે ગંભીર જોખમ ઊભું થાય છે, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આ દોરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પોલીસની આ કાર્યવાહી બાદ ઉત્તરાયણના તહેવારને લઈને વધુ નફાની લાલચે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે,પ્રતિબંધિત સામાનના વેચાણ સામે કડક કાર્યવાહી યથાવત રહેશે.




