GUJARATMORBIMORBI CITY / TALUKO

DHROL:ધ્રોલના હરીપર ખાતે તા.1 થી 3 ગોરડીયા હનુમાનજી મહારાજ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

 

DHROL:ધ્રોલના હરીપર ખાતે તા.1 થી 3 ગોરડીયા હનુમાનજી મહારાજ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

 

 

ધ્રોલના હરીપરમાં તા.1 થી 3 ગોરડીયા હનુમાનજી મહારાજ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં ત્રણ દિવસ. 51 કુંડી મહાયજ્ઞ સાથે આયોજન

ધ્રોલ નજીક હરીપર ગામ પાસે આવેલ ગોરડીયા હનુમાનજી મંદિરનો આશરે.1.50 કરોડના ખર્ચે જીણો દ્વાર કરવામાં આવેલ છે મંદિરના નૂતન નવ નિર્માણ પ્રસંગે મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહ મહા યજ્ઞનું ધાર્મિક મહોત્સવનું આયોજન તારીખ 1 થી3 સુધી કરાયું છે આ ધાર્મિક કાર્ય પ્રસંગે તારીખ 1. ના સવારે7.30 કલાકે બાળાઓ દ્વારા શિખરનું સામૈયું. શોભાયાત્રા. મંડપ પ્રદિક્ષણા. મંડપ પ્રવેશ. સવારે 9:00 કલાકે ગણપતિ પૂજન બપોરે 12:00 કલાકે મહાપ્રસાદ તારીખ 3 ગણપતિ પૂજા. સંતો મહંતોના સામૈયા બપોરે 12:00 કલાકે મહાપ્રસાદ બપોરે ત્રણ કલાકે મૂર્તિ શિખર પ્રાણ પ્રતિષ્ઠા સાંજે 4:30 કલાકે ધ્વજા રોહન સાંજે4.45 કલાકે બીડુ હોમવાનું આરતી મંત્રો પુષ્પાંજલિના ધાર્મિક કાર્યક્રમ યોજાશે.
આ દિવસીય ધાર્મિક મહોત્સવ પ્રસંગે ત્રણે ત્રણ દિવસ માટે મહારુદ્ર યજ્ઞમાં 51 યજ્ઞ કુંડ ઉપર 51 નવદંપતીઓ બિરાજીને આહુતિઓ આપશે આશુતોષભાઈ ઠાકર વિધિ કરાવશે તો આ ત્રિ દિવસ ય મહોત્સવ પ્રસંગે આયોજકો તરફથી ધ્રોલ સહિત જોડીયા. પડધરી. ટંકારા. જામનગર. મોરબી શહેર તથા તાલુકામાં સમસ્ત હિન્દુ સમાજ ના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આમંત્રણ પાઠવેલ છે 12 થી 15 હજાર જેટલા ભક્તો આ ધર્મ લાભ લેશે ગોરડીયા દાદા ના સેવકો જગદીશભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રા તથા દિનેશભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રા મોરબી તાલુકાના રામગઢ ગામના અને હાલ અંકલેશ્વર સ્થિત વ્યવસાય કરે છે તેઓએ મુખ્ય દાતા તરીકે સેવા આપેલ છે

Back to top button
error: Content is protected !!