ડીજીપી વિકાસ સહાયે નિવૃત્તિ પૂર્વે ગોધરાની મુલાકાત દરમ્યાન મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ એ શુભેચ્છા મુલાકાત લઈ સન્માન કર્યું.

તારીખ ૩૦/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
નિવૃત્તિ પહેલાં ગુજરાતના વર્તમાન પોલીસ વડા વિકાસ સહાય જેઓ આગામી ૩૦ ડીસેમ્બર ૨૦૨૫ સુધી ડીજીપી પદે કાર્યરત છે અને ૩૧ ડીસેમ્બર ૨૦૨૫ રોજ નિવૃત્તિ લેવાના છે ત્યારે તેમણે નિવૃત્તિ પહેલાં ગોધરા શહેરની મુલાકાત લીધી હતી. જ્યાં ગોધરા સ્થિત એસપી કચેરી ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું સ્વાગત પંચમહાલ રેન્જના આઈજી આર.વી.અસારી દ્વારા કરવામાં આવ્યું હતું.આ દરમિયાન પંચમહાલ જીલ્લા પોલીસવડા, દાહોદ અને મહીસાગર જીલ્લાના પોલીસવડા સહિત પંચમહાલ પોલીસ રેન્જના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જિલ્લા પોલીસ સ્ટેશનોના કાયદો-વ્યવસ્થા સંબંધિત બેઠક યોજી અધિકારીઓ ને માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ ગોધરાના વિવિધ સમાજ દ્વારા શુભેચ્છા મુલાકાત સાથે સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનો અને નાગરિકોએ ડીજીપી વિકાસ સહાયને શુભેચ્છા મુલાકાત આપી હતી. તેમણે ડીજીપી ને ફૂલ અને મોમેન્ટો ભેટ આપીને સન્માન કર્યું અને તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ મુલાકાતમાં મધ્ય ગુજરાત મુસ્લીમ સેવા સમાજના ઉપપ્રમુખ રફીકભાઇ મલેક (તીજોરીવાળા) સાથે મુસ્લિમ સમાજના વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના આગેવાનો સાથે જુના સ્મરણો યાદ કરી ડીજીપી વિકાસ સહાયે મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓનું આભાર માન્યો હતો.






