ચોટીલા બાયપાસ જમીન સંપાદન સાંગાણી ગામના ખેડૂતને રૂ.7.61 લાખના વળતરનો ચેક અર્પણ કરાયો.

તા.30/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન સંપાદનની પ્રક્રિયા અંતર્ગત ચોટીલા બાયપાસ માટે સંપાદિત થયેલી જમીનના વળતર ચુકવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંગાણી ગામના એક ખેડૂતને તેમના હક્કનું વળતર ચૂકવી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલા બાયપાસના નિર્માણ અર્થે સાંગાણી ગામના સર્વે નંબર ૬૮/પૈકી ૨ વાળી જમીન નેશનલ હાઈવે પ્રોજેક્ટમાં કપાતમાં જતી હતી આ મામલે સક્ષમ સત્તાધિકારી (જમીન સંપાદન) અને નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા, પ્રાંત કચેરી ચોટીલા દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી આખરી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો આ એવોર્ડ અન્વયે સાંગાણી ગામના ખેડૂત રાજાભાઈ અરજણભાઇ ટોળીયાને તેમની સંપાદિત થયેલી જમીન પેટે કુલ રૂ.૭,૬૧,૮૯૫ની રકમનો ચેક રોજ સત્તાવાર રીતે એનાયત કરવામાં આવ્યો હતો નેશનલ હાઈવેના કામમાં ગતિ લાવવા અને ખેડૂતોને તેમના યોગ્ય વળતર સમયસર મળી રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે આ પ્રસંગે પ્રાંત કચેરીના અધિકારીઓ અને સંબંધિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.



