CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઈવે ઉપર નાની મોલડી પાસે ગેરકાયદેસર સરકારી જમીન ઉપરના દબાણો પર બુલડોઝર ફેરવાયું.

ચોટીલાના મોટી મોલડી, નાની મોલડી તથા ચાણપા, ગામે નેશનલ હાઈવે પર મોમાઈ હોટલ, જય દ્વારકાધીશ હોટલ, તુલસી હોટલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું.

તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ચોટીલાના મોટી મોલડી, નાની મોલડી તથા ચાણપા, ગામે નેશનલ હાઈવે પર મોમાઈ હોટલ, જય દ્વારકાધીશ હોટલ, તુલસી હોટલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુકત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના સર્વે નંબર.૩૫૩ ઠાકર મંદિરની જમીન પર મોમાઈ હોટલ કે જેનુ ક્ષેત્રફળ બે એકર કોઈપણ જાતની પરવાનગી વગર હોટલ બનાવી વાણિજ્ય ઉપયોગ કરવામાં આવે છે જે પૈકી એક એકર જમીન પર પાકું બાંધકામ તથા હાઈવેને અડીને મોમાઈ હોટલ ચા, નાસ્તા વિગેરેનું સેટ અપ ઊભું કરવામાં આવેલ જેના માલિક જેન્તીભાઇ બાબુભાઈ બાવળિયા રહે, રાજકોટવાળા વ્યકિતઓએ હોટલ બનાવી અનઅઘિકૃત રીતે દબાણ કરી વાણિજય હેતુ માટે મોમાઈ હોટલ, ચા, પંચર તથા પાન મસાલા તથા કરિયાણા વિગેરેની દુકાનો, હોટલમાં કામ કરતા સ્ટાફને રહેવા માટેની મકાનો તથા ટોયલેટ બ્લોક્સ વિગેરે તેમજ હોટલ સંચાલકને સદર જગ્યા ખાલી કરવા માટે આજ રોજ તા.૩૦/૧૨/૨૦૨૫ ના સમય.૫/૦૦ કલાક સુધીમાં દબાણ હટાવવા માટે સમય આપવામાં આવેલ તેમ છતાં પણ તેઓ દ્વારા પોતાની જાતે દબાણ દૂર કરવામાં ન આવતા આજ રોજ રાત્રિના ૧૦-૦૦ કલાકે નાયબ કલેકટર ચોટીલા એચ. ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુકત ટીમ દ્વારા નીચે મુજબનું ગેરકાયદેસર પાકા બાંધકામ વાળા દબાણો દૂર કરવામાં આવ્યુ હતું જેમાં મોમાઈ હોટલ, ૮ દુકાનો (ચા, પાન મસાલા, પંચર તથા કરિયાણા વિગેરે), હોટલમાં સ્ટાફ કવાર્ટસ ગેરકાયદેસર બાંઘકામ કરેલ હતા તે બાંઘકામ ઠાકર મંદિર જમીનમાંથી દુર કરાવી આશરે ૭,૨૦,૦૦,૦૦૦ કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ તથા જય દ્વારકાધીશ હોટલ કે જેનું ક્ષેત્રફળ બે એકર જેના સર્વે ન.૧૯ હાલ સરકારી પડતર જમીન પર કબજો કરી ઉપયોગ કરવામાં આવે છે જે જમીન પર હામાભાઇ સાદુલભાઈ રબારી રહે, ચાણપા તાલુકો ચોટીલા વાળા દ્વારા ચા પાણીની હોટલ બનાવી અનઅઘિકૃત રીતે દબાણ કરી વાણિજય હેતુ માટે જય દ્વારકાધીશ હોટલનું બાંઘકામ કરી ઉભી કરેલ હતું જે આજ રોજ બપોરના ૩-૦૦ કલાકે નાયબ કલેકટર ચોટીલા એચ. ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુકત ટીમ દ્વારા નીચે મુજબનું ગેરકાયદેસર પતરાના શેડ વાળી હોટલનું દબાણ દૂર કરવામાં આવ્યા હતાં જય દ્વારકાધીશ હોટલ, એક ગેરેજ કેબિન ગેરકાયદેસર બાંઘકામ કરેલ હતા તે બાંઘકામ સરકારી જમીનમાંથી દુર કરાવી આશરે ૪,૦૪,૭૦,૦૦૦ કિંમતની સરકારી ખુલ્લી કરવામાં આવી હતી તુલસી હોટલ કે મોજે નાની મોલડી ચોટીલા જેના સર્વે ન.૧૨૨ જેનું ક્ષેત્રફળ આશરે ત્રણ એકર પર કબજો કરી ઉપયોગ કરવામાં આવે છે જે જમીન પર પ્રવીણભાઈ છનાભાઇ સભાયા રહે, રાજકોટ વાળા વ્યકિતઓએ છેલા ઘણા સમયથી હોટલ બનાવી અનઅઘિકૃત રીતે દબાણ કરી વાણિજય હેતુ માટે તુલસી હોટલ, ચા, પંચર તથા પાન મસાલાની દુકાનો, હોટલ સ્ટાફ ક્વાર્ટર વિગેરે ગેરકાયદેસર રીતે પાકુ બાંઘકામ કરી ઉભી કરેલ હતું આજ રોજ રાત્રીના ૧૧-૦૦ કલાકે નાયબ કલેકટર ચોટીલા એચ. ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુકત ટીમ દ્વારા નીચે મુજબનું ગેરકાયદેસર પાકા બાંધકામ વાળા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં તુલસી હોટલ બે દુકાનો (ચા, પાન મસાલા), ૨ હોટલ સ્ટાફ કવાર્ટસ, ટોયલેટ બાથરૂમ બ્લોક ગેરકાયદેસર બાંઘકામ કરેલ હતા તે બાંઘકામ સરકારી જમીનમાંથી દુર કરાવી આશરે ૮,૪૯,૮૭,૦૦૦ કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવેલ ઉક્ત તમામ ગેરકાયદેસર બાંઘકામનુ કુલ ક્ષેત્રફળ એકર ૭-૦૦ ગુ.(૧૭.૫ વિઘા)જમીન થાય છે.જેનું હાલની બજાર કિં.રૂ.૧૯,૭૪,૫૭,૦૦૦ કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ તેમજ આ ગેરકાયદેસર પાકા બાંધકામ ઘણા સમયથી કરેલ છે તે અંગેની તપાસ કરી વાર્ષિક બિનખેતીના જંત્રીના ૧% ના દરે વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!