BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર જાણીતી વિદ્યા મંદિર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્નેહી મિલન યોજાયું. જુના મિત્ર એકબીજાને ભેટીને ખુશી વ્યક્ત કરી

7 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરેલ સુરત-નવસારી વસવાટ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સુરત નરથાન સ્થિત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો : વર્ષો જુના અનુભવો વાગોળ્યા.મિત્રો કયું જૂની યાદો તાજા થઈ : સ્નેહમિલન સમારોહ જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. ૧૯૫૦-૨૦૧૪ પાલનપુર વિદ્યામંદિર અભ્યાસ કરેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સુરત સ્નેહમિલનમાં ૨૨૦ થી વધુ મિત્રોની હાજરી : મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હૃદયથી મળ્યા બાદ આત્મીય આનંદ આવ્યો.. નિર્દોષ બાળપણ તથા શાળા જીવનની યાદોથી ફરી બાળક બન્યા. પાલનપુરમાં આવેલી વિદ્યામંદિર ટ્રસ્ટ શાળાના વર્ષ ૧૯૫૦ થી ૨૦૧૪ સુધીમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓનું ” બેક ટુ બચપન ” કાર્યક્રમનું આયોજન સુરતના દાંડી મેઇન રોડ, નરથાન કેલિસ્ટા ફાર્મ ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં તમામ ઉપસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્નેહ મિલન કાર્યક્રમમાં તેમના સ્કૂલ સમયના બચપનને વાગોળી તેમની યાદો તાજી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કમિટી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં આવેલી વિદ્યામંદિર ટ્રસ્ટ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ૧૯૫૦ થી ૨૦૧૪ સુધીમાં અભ્યાસ કરેલ જે જીવનનો મહત્વનો રોલ એકબીજા સાથે નિભાવેલ બાદ છુટા પડ્યા હતા. કેટલાક વર્ષ બાદ ફરીથી આ તમામ વિદ્યાર્થીઓ એક છત્ર નીચે એકઠા થયા હતા. અને ખાટા મીઠા સ્મરણોને વાગોળ્યા હતા. વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓને સંપર્ક કરી એક કરવામાં સફળતા મેળવી હતી. વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ બેન્ચ ના કેટલાક વિદ્યાર્થીઓને સંપર્ક રહેતા બીજા મિત્રોને સંપર્કમાં લઈને એકબીજાને શોધીને એક સ્થળે એકઠા કરવાનો પ્રયાસ કર્યા જે સફળ રહ્યો જેમાં સૌ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા.સ્કૂલના તમામ જૂના મિત્રોએ એકત્રિત થઈને તેમના ગુરુઓ વખતના અનુભવો શેર કર્યા ને સાથે તેમના પરિચય, ફેમિલી પરિચય, તેમનો બિઝનેસ, ઉપરાંત હાલમાં જ્યાં વસવાટ કરી રહ્યા છે તે તમામ પરિચય સ્નેહમિલન કાર્યક્રમમાં આપ્યા હતા. પાલનપુર વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કર્યા બાદ બિઝનેસ અર્થે સુરત નવસારી આવીને વસવાટ કર્યા બાદ આ સ્નેહમિલન સમારોહમાં એકત્ર થઈ એકબીજાની જૂની યાદો તાજા કરી ફોટો સેલ્ફી કેમેરામાં કેદ કરી હતી. સ્નેહ મિલન સમારોહની શરૂઆત સવારથી વિદ્યાર્થીઓનું સ્વાગત, મેળ મિલાપ,રજીસ્ટ્રેશન, ચા- નાસ્તો, દીપ પ્રાગટ્ય કર્યા બાદ શાળા ગીત ગાઈને કાર્યક્રમની શરૂઆત થયેલ. પ્રાર્થના સભા સાથે વેલકમ સ્પીચ, જૂની યાદગાર વાતો, ગીતો, વિદ્યાર્થીઓનો પરિચય, રમુજી ગેમ,રાષ્ટ્રીયગાન, કરી ઉજવણી કરી હતી. બપોરના સમયે સ્વાદિષ્ટ ભોજન આયોજન પણ કરવામાં આવ્યો હતો. સાથે મ્યુઝિક સિસ્ટમ નવાજૂના ગીતો સાથે ડાન્સ કરી દરેક મિત્રો ઝૂમી ઊઠ્યા હતા.સમારોહમાં મિત્રોને ભેટ પણ આપવામાં આવી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન સમારોહમાં નક્કી કરેલા ડ્રેસ કોડમાં આવ્યા હતા. તે દ્રશ્ય ભાવનાત્મક અને આનંદદાયક હતું. ઉત્તમ મેનેજમેન્ટ સાથે કાર્યક્રમને વધુ યાદગાર બન્યો હતો. ૧૯૫૦ થી ૨૦૧૪ સુધીના બધી જ બેન્ચના વિદ્યાર્થીઓ ને મળવાનો આનંદ સાથે સ્કૂલમાં જીવેલી દરેક ઘટનાઓ તાજી થઈ અને ફરીવાર જાણે ક્લાસમાં બેસીને ભણતા હોઈએ એવી અનુભૂતિ થઈ. તમામ વિદ્યાર્થીઓ જાણે એક જ માળાના પંખીઓ લાંબા વિહાર બાદ મળ્યા હોય તેવા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પાલનપુર વિદ્યામંદિર અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ સુરત- નવસારી તમામ વિદ્યાર્થીઓના સ્નેહમિલન સમારોહને યાદગાર અને ભાવનાત્મક બનાવવામાં આ ગેટ તો ગેધર ના ફોઉન્ડર ડો. નિરવભાઈ જોષી તથા કો ફોઉન્ડર અલ્કેશભાઇ ઝોટા અને કમિટી ના સભ્યો પરિમલભાઈ પુરોહિત, દિલીપભાઈ મહેતા, ડો. કેતનભાઇ પંચાલ, અમીબેન સોની, જીજ્ઞેશ જોશી, દિલીપભાઈ શાહ, મુકેશ શેઠ તથા નિકેશ કોઠારી નો મુખ્ય ફાળો રહ્યો હતો. સાથે સાથે રવિન્દ્રભાઈ, જીતુભાઈ બી. શાહ, નો વિશેષ ફાળો રહ્યો હતો. પોતાનો વ્યસ્ત સમય સૂચિમાંથી સમય કાઢીને ઉપસ્થિત રહેનાર જયેશભાઈ ભલકિયા, તેમજ એસીપી કિરણભાઈ મોદી નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલન સમારોહ ને આવનારા સમયમાં અનેક મુદ્દાએ પર ચર્ચા સાથે સંગઠન મજબૂત રાખવા અને જૂના મિત્રો ફરીથી મળીને મજા માણીએ અને શાળાના સમયના દિવસો યાદ કર્યા હતા. આ પ્રકારના સમારોહ નવી ઊર્જાના સંચાર કરે છે. મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!