
તા.૧૦.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા પોલીસ દ્વારા મકરસંક્રાંતિ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કડક કાર્યવાહી
આવતી મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને લીમખેડા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.કે. ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા શહેર તથા આસપાસના વિસ્તારોમાં પતંગ વેચાણ કરતા સ્ટોલો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ચેકીંગ દરમિયાન પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ અંગે ખાસ તપાસ કરવામાં આવી હતી. પતંગ વેપારીઓને ચાઈનીઝ દોરીના ઉપયોગથી માનવજીવન, પશુ-પક્ષીઓ તથા વાહનચાલકોને થતી ગંભીર ઇજાઓ અંગે સમજ આપવામાં આવી હતી તેમજ સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રતિબંધના કડક અમલ અંગે ચેતવણી આપવામાં આવી હતી.પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે ચાઈનીઝ દોરીનું વેચાણ, સંગ્રહ અથવા ઉપયોગ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે વેપારીઓને માત્ર માન્ય અને સુરક્ષિત દોરીનું જ વેચાણ કરવા સૂચના આપવામાં આવી હતી.લીમખેડા પોલીસ દ્વારા જનસુરક્ષા અને જાહેર સલામતીના હિતમાં આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું




