
તા.૧૧.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ઇન્દોર અમદાવાદ હાઇવે જેકોટ ગામ નજીક નીલ ગાયનું અકસ્માત.અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરી ફરાર વન અધિકારીઓ અકસ્માતની ઘટનાથી વંચિત
અકસ્માતો હબ ગણાતો અમદાવાદ ઇન્દોર હાઇવે.ઇન્દોર અમદાવાદ હાઈવે હવે મુંગા પશુઓ પણ અકસ્માતોથી વચ્યા નથી.દાહોદ નજીકથી પસાર થતા હાઇવે પરથી પૂર ઝડપે ચાલતા વાહનોથી દિન પ્રતીદિન અકસ્માતોની ઘટનાઓમા વધારો થઈ રરહ્યો છે.જેમાં આજરોજ ખાવાની શોધમા જંગલ વિસ્તાર છોડી રહેણાક વિસ્તારમા આવી ગયેલ નીલ ગાયનું ઇન્દોર અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો જેમાં નીલ ગાયને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.ત્યારે અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક પોતાના કબ્જાનું વાહન લઈ સ્થળ પરથી ફરાર થયો છે.ત્યારે આપ વિડિઓમા જોઈ શકો છો કે ઈજાગ્રસ્ત નીલ ગાય પગના ભાગે ગંભીર ઈજાઓના પગલે સ્થળ પરજ બેઠી છે.ત્યારે ઇન્દોર અમદાવાદ હાઇવે પર થયેલ ઘટનાથી વન અધિકારિયો વંચીત હોવાનું જાગૃત લોકો દ્વારા જાણવા મળેલ છે





