GUJARATTHARADVAV-THARAD

બે વર્ષથી ફરાર આરોપી પોલીસના જાળમાં થરાદ પોલીસે મોટી કાર્યવાહી કરી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ પોલીસ સ્ટેશનના જી.પી.આઈ.ડી. ગુના સહિત અન્ય ગંભીર ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને નાસ્તા-ફરતા આરોપી સ્કોડ, ડી.વાય.એસ.પી. કચેરી થરાદ દ્વારા ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના સ્પષ્ટ આદેશ અને સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અન્વયે, થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વારોતરીયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નાસ્તા-ફરતા આરોપી સ્કોડ, ડી.વાય.એસ.પી. કચેરી થરાદના પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી મળેલ બાતમીના આધારે તપાસ કરતા થરાદ પોલીસ સ્ટેશન તેમજ અન્ય જિલ્લાઓના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ આરોપી પ્રકાશભાઈ શંકરભાઈ પટણી (રહે. કોણોદર, તા. પાલનપુર, જી. બનાસકાંઠા)ને કુડા, તા. સતલાસણા, જી. મહેસાણા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં જી.પી.આઈ.ડી. એક્ટ હેઠળનો ગંભીર ગુનો નોંધાયેલ છે. ઉપરાંત ભીલોડા, પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન તેમજ થરાદ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ મુજબના કેસોમાં પણ આરોપી સામે કાર્યવાહી બાકી હતી.

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ જોતા તેણે વિશ્વાસઘાત, છેતરપિંડી તથા નાણાકીય ઠગાઈ જેવા ગંભીર ગુનાઓ આચર્યા હોવાનું બહાર આવ્યું છે. આરોપીને કાયદેસરની કાર્યવાહી અર્થે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વારોતરીયા ઉપરાંત નાસ્તા-ફરતા આરોપી સ્કોડના અ.હેડ કોન્સ્ટેબલ દેવસીભાઈ લક્ષ્મણભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ઈશ્વરભાઈ, નરેન્દ્રસિંહ કરસનજી, પરબતભાઈ અજમલભાઈ તથા દશરથભાઈ હીરાભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

થરાદ પોલીસની આ કાર્યવાહીથી નાણાકીય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે અને કાયદાના ભયને વધુ મજબૂતી મળી છે.

 

Back to top button
error: Content is protected !!