GUJARATKUTCHMUNDRA

રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમભાઈ ચૌધરી કચ્છની ઓફિશિયલ મુલાકાતે: મુંદરા, ગાંધીધામ અને આદિપુરના સેવાકાર્યોની કરશે સમીક્ષા

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમભાઈ ચૌધરી કચ્છની ઓફિશિયલ મુલાકાતે: મુંદરા, ગાંધીધામ અને આદિપુરના સેવાકાર્યોની કરશે સમીક્ષા

 

મુંદરા,તા.16: રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૫૫ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર (D.G.) નિગમભાઈ ચૌધરી આગામી તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ કચ્છની રોટરી કલબોની સત્તાવાર (ઓફિશિયલ) મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ જિલ્લાની વિવિધ કલબો દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યોનું નિરીક્ષણ કરશે અને આગામી સમય માટે માર્ગદર્શન પૂરું પાડશે.

મુખ્ય કાર્યક્રમો અને સમીક્ષા:

પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન ડી.જી. નિગમભાઈ ચૌધરી મુંદરા, ગાંધીધામ અને આદિપુરની રોટરી કલબ, રોટરેકટ કલબ તેમજ ઇન્ટરેકટ કલબની મુલાકાત લેશે. આ તકે કલબો દ્વારા વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા સેવાકીય પ્રોજેક્ટ્સની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને સમાજ ઉપયોગી કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે તેઓ પાયાનું માર્ગદર્શન આપશે.

અગ્રણીઓની ઉપસ્થિતિ:

આ મુલાકાત દરમિયાન તેમની સાથે આસિસ્ટન્ટ ગવર્નર રો. ધર્મેશ મહેતા (ઝોન-૧૭) તથા રો. સંદીપ શાહ (ઝોન-૧૫) પણ જોડાશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ગવર્નરશ્રી કલબના હોદ્દેદારો સાથે સંગઠનલક્ષી ચર્ચાઓ કરવા ઉપરાંત સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ સાથે પણ ખાસ બેઠક યોજશે.

રોટરી કલબ ઓફ મુંદરાના અતુલ પંડ્યાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, ગવર્નરની આ મુલાકાતથી કચ્છમાં રોટરીની સેવાકીય પ્રવૃત્તિઓને નવું બળ મળશે અને સ્થાનિક કલબોના ઉત્સાહમાં વધારો થશે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!