ચોટીલા પંથકમાં પોલીસ અને PGVCLનો સપાટો બોલાવ્યો, 1.30 કરોડથી વધુનો વીજ દંડ અને વાહનો ડિટેઈન કર્યા.

તા.20/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક તત્વો અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ વિરૂધ્ધ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ લાલ આંખ કરી છે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાની મોલડી, જાની વડલા, કાંધાસર અને ચોટીલા ટાઉનમાં વહેલી સવારથી જ ડે કોમ્બિંગ હાથ ધરીને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સોને ત્યાં સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા આ ઓપરેશનમાં પોલીસની સાથે પીજીવીસીએલની કુલ ૪૩ ટીમો જોડાઈ હતી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અને અસામાજિક તત્વોના રહેણાંક મકાનો પર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તપાસ દરમિયાન મોટા પાયે ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા, તંત્ર દ્વારા આશરે રૂ. ૧,૩૦,૯૦,૦૦૦ નો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે આ વીજ ચેકિંગની સાથે સાથે પોલીસ દ્વારા સુરક્ષા અને ટ્રાફિકના નિયમોના અમલીકરણ માટે પણ કડક કામગીરી કરવામાં આવી હતી જેમાં નાની મોલડી અને જાની વડલા ગામમાં ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઈવ યોજી ૬ વાહનો ડિટેઈન કરી સ્થળ પર જ ટ્રાફિક નિયમ ભંગ બદલ કુલ રૂ. ૯,૩૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો વધુમાં નેશનલ હાઈવે પર આવેલી એવી ૭ હોટલો માં તપાસ કરવામાં આવી હતી જ્યાં શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની આશંકા હતી આ સમગ્ર કામગીરીમાં સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી, ચોટીલા ડિવિઝન અને લીંબડી ડિવિઝનના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો પોલીસની આ આક્રમક કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.





