વર્ષો જૂના ઐતિહાસિક મંદિરમાં ભક્તો નું ઘોડાપુર…

: વર્ષો જૂના ઐતિહાસિક મંદિરમાં ભક્તો નું ઘોડાપુર…
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
: પાવાગઢ માં મહાકાળી માતાજીનું ધામ શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે જેમાં આજે આવા એક ધામના દર્શન કરવા છે કે જે ધામ આજે મહાકાળી માતાજી ના ઐતિહાસિક ધામ તરીકે ઓળખાય છે બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ઇસરવા નર્મદા કેનાલ ને અડી ને આવેલ મહાકાળી માતાજી નું ધામ શક્તિપીઠ તરીકે ઓળખાય છે દિયોદર થી માત્ર ૧૦ કિમી અંતર માં આવેલ આ ધામ જ્યાં માત્ર દર્શન થી થાય છે સધળા કસ્ટો નો નાશ …તો આવો અમારા આ માધ્યમ થી ઘરે બેઠેલા ભક્તોને મહાકાળી માતાજીના દર્શન કરાવીએ
: માં દુર્ગા નું સૌથી શક્તિ શાળી સ્વરૂપ છે મહાકાળી જે મનુષ્ય ને ભય અને ડર માંથી અપાવે છે મુક્તિ જેના દર્શન થી દુઃખો નો અંત અને સુખો નો આરંભ થાય છે મહાકાળી માતા જે દુર્ગા નું એક સ્વરૂપ છે માં દુર્ગા ના સ્વરૂપ ને દેવી શક્તિ માંથી સૌથી મોટી શક્તિ શાળી દેવી માનવામાં આવે છે દુષ્ટ રાક્ષસો નો નાશ કરી ભક્તો ની રક્ષા કરે છે જ્યાં વર્ષો થી મહાકાળી માતાજી જેની રક્ષા કરે છે તે ઓગડ જિલ્લાના ઇસરવા ખાતે નર્મદા કેનાલ પર આવેલ છે આ મંદિર કહેવાય છે કે વર્ષો પહેલા આ ભૂમિ પાંડવો ની ભૂમિ હતી જ્યાં જંગલોમાં આહિરો વસવાટ કરતા હતા જ્યાં આ સ્થાન પર મહાકાળી માતાજી બિરાજમાન થયા દિયોદર થી માત્ર ૧૦ કિમી અંતર ના આવેલ આ ઇસરવા ગામ ની નર્મદા કેનાલ ને અડી ને આવેલ આ મંદિર માં મહાકાળી માતાજી પૂજાય છે સમગ્ર ગામમાં દરેક સમાજના લોકો તેને કુળદેવી તરીકે માને છે ગામના આગેવાનો નું કહેવું છે કે વર્ષો પહેલા આ જગ્યા પર જંગલ હતું જ્યાં વડલા ની નીચે એક ધુણી હતી જ્યાં મહાકાળી માતાજી નું સ્થાન હતું
ઇસરવા ગામે આવેલ આ મહાકાળી માતાજીના મંદિરે ભક્તો દર્શન અર્થ આવે છે આજથી પંદર વર્ષ અગાઉ આજુ બાજુ ના લોકોએ અને સમસ્ત ગામજનોએ ૨૦૧૧ માં આ જગ્યા પર મંદિર થી સ્થાપના કરી હતી અને આજે આજ જગ્યા પર એક વિશાળ મંદિરનું પણ નિર્માણ થયું છે જે સ્થાન હાલ મહાકાળી માતાજીના ધામ તરીકે ઓળખાય છે
કહેવાય છે કે વર્ષો જૂના ઐતિહાસિક મંદિરમાં ૨૦૧૧ માં સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ અહીં દર મહાસુદ ત્રીજ ના દિવસે સમસ્ત ગામલોકો અહીં ધામધૂમ તરીકે સ્થાપના દિવસની ઉજવણી કરે છે અહીં ગામના દરેક લોકો અલગ અલગ રસોડું બનાવી માતાજી ને પ્રસાદ કરી ભોજન પ્રસાદ નો લાભ પણ લે છે આ પાવન ભૂમિની બાજુમાં ઓગડ ની થળી માં ઓગળજી મહારાજ નું મોટું ધામ પણ છે જે સમગ્ર વિશ્વ માં પ્રસિદ્ધ છે જ્યાં બાજુમાં નગર તેરવાડા માં ચેહર માતાજી નું પણ ધામ હોવાથી અહીં ભક્તો દૂર દૂર થી પોતાની મનોકામના લઈ દર્શન અર્થ આવે છે





