BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચના ભોલાવ ખાતે રૂ.૧૪ કરોડોના ખર્ચે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો, વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સમીર પટેલ, ભરૂચ

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને નિગમની કાર્યક્ષમતા વધારવા માટે ભોલાવ ખાતે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો-વર્કશોપ તથા અત્યાધુનિક ટાયર પ્લાન્ટનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. રાજ્યમાં જળ
સંપતિ મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે બન્ને પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ આમોદ ખાતે નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ,જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,
ભાજપના આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, પ્રાંત અધિકારી મનીષા માનાણી, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ અને એસ.ટી.વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ભોલાવ ખાતે બનનાર રૂ.14 કરોડના ખર્ચે બનનાર નવો ડેપો મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને બસોના જાળવણી માટે અદ્યતન વર્કશોપની સુવિધા મળશે. ટાયર પ્લાન્ટ દ્વારા એસ.ટી. નિગમની બસો માટેના ટાયરોનું લોકલ લેવલે મેનેજમેન્ટ સુદ્રઢ બનશે જે નિગમ માટે આર્થિક અને કાર્યકારી રીતે ફાયદાકારક સાબિત થશે.

Back to top button
error: Content is protected !!