
@અરવલ્લી
અહેવાલ- હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – વ્હાલી દીકરી યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યો.
જેમાં લાભાર્થીનું આધાર કાર્ડ, મેરેજ સર્ટિફિકેટની કામગીરી સ્થળ પરજ કરવામાં આવી.
ભિલોડા તાલુકાના ભિલોડા ગ્રામ પંચાયત ખાતે વ્હાલી દીકરી યોજનાના વધુ વધુ ફોર્મ ભરાય તે હેતુથી કેમ્પ કરવામાં આવ્યો જેમાં વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓના ફોર્મ સ્થળ પર જ ભરવામાં આવ્યા આ ઉપરાંત મેરેજ સર્ટિફિકેટ માટે ની કામગીરી કરવામાં આવી તેમજ સુકન્યા સમૃદ્ધિ યોજના,વિધવા સહાય યોજનાની કામગીરી કરવામાં આવી તેમજ પાલક માતા- પિતા યોજના અને અન્ય યોજનાની માહિતી આપી. કેમ્પ દરમિયાન દીકરીઓના આધાર કાર્ડ કરાવવા તેમજ આધારકાર્ડ માં જરૂરી સુધારા વધારા ,લગ્ન પ્રમાણપત્ર(મેરેજ સેટિફિકેટ) , સબંધિત કામગીરી સ્થળ પરજ કરવામાં આવી. જેથી ગ્રામ જનોને એકજ સ્થળ પર સુવિધાઓ મળી રહી. આ કેમ્પનું સફળ બનાવવા પોસ્ટ વિભાગના કર્મચારીઓ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ ,ગ્રામ પંચાયતના કર્મચારીઓ , આંગણવાડી કાર્યકરો દ્વારા ખૂબ સારો સહકાર આપવામાં આવ્યો ગ્રામ પંચાયત દ્રારા કરવામાં આવેલ સ્થળ વ્યવસ્થાથી મોટી સંખ્યામાં લાભાર્થીઓને કેમ્પનું લાભ લીધો.





