વાવ–થરાદ ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીપ્રભારી સચિવ શ્રી એમ. નાગરાજે શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું:

૨૫ જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પ્રભારી સચિવ શ્રી એમ. નાગરાજે શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું: શસ્ત્ર પ્રદર્શનમાં ભારતીય સુરક્ષા દળોની શક્તિ સજ્જતા નિહાળી પ્રભારી સચિવ નાગરાજે કરી પ્રશંસા.પ્રજાસત્તાક પર્વ સાથે વાવ-થરાદ જિલ્લાના વિકાસયાત્રાની નવી શરૂઆત: પ્રભારી સચિવ એમ. નાગરાજ.વાવ–થરાદ જિલ્લામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક ઉજવણીમાં રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીની ગરીમામય ઉપસ્થિતિ સાથે રાજ્ય સરકારનું સમગ્ર વહીવટી તંત્ર હાજર રહેશે.
નવો જિલ્લો બન્યા બાદ વાવ–થરાદમાં યોજાતો આ પ્રથમ મોટો રાજ્યકક્ષાનો કાર્યક્રમ હોવાથી જિલ્લાવાસીઓમાં વિશેષ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ઉજવણી અંતર્ગત આયોજિત શસ્ત્ર પ્રદર્શન પ્રભારી સચિવ શ્રી એમ. નાગરાજે નિહાળ્યું હતું અને ભારતીય સુરક્ષા દળોની શક્તિ તથા સજ્જતાને તેમણે પ્રશંસનીય ગણાવી હતી.
આ ઉપરાંત વિવિધ થીમ આધારિત પ્રદર્શન, કૃતિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૫ જાન્યુઆરીના રોજ મલુપુર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
પ્રભારી સચિવ શ્રી એમ. નાગરાજે જણાવ્યું કે, તારીખ ૨૫મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રી દ્વારા વિવિધ વિકાસકાર્યોના ભૂમિપૂજન, GIDCના ઉદ્ઘાટન તેમજ નવનિર્મિત જિલ્લા સેવા સદનના ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે, જે નવા જિલ્લામાં વિકાસની મજબૂત શરૂઆત સૂચવે છે.
આ ઉજવણી વાવ–થરાદ, સુઈગામ સહિતના અંતરિયાળ અને સીમાડા વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ, રોજગાર, યુવા વિકાસ અને ખેતીવાડી ક્ષેત્રે વિકાસને નવી દિશા આપશે. ૭૭માં પ્રજાસત્તાક પર્વ લોકભાગીદારી અને વિકાસના પ્રતીક રૂપે જિલ્લાવાસીઓ માટે યાદગાર બનશે.







